(સંજય પટેલ,જંબુસર)
વલણ અને વડોદરા સ્થિત પહલ મેન્ટોરશિપ સ્કીલ સેન્ટરો પર પ્લાસર ઈન્ડિયાના સહયોગથી રોજગાર લક્ષી ક્ષેત્રે કૌશલ્ય તાલીમ મેળવેલ 150 જેટલા યુવાનોએ તાલીમ મેળવી અને માન્યતા પ્રાપ્ત સ્કીલ યુનિવર્સિટીનું પ્રમાણપત્ર મેળવનાર વિદ્યાર્થીઓનો કરજણ સુમેરુ નવકાર જૈન તીર્થ ખાતે દીક્ષાંત સમારોહ યોજાયો હતો.
પહલ નર્ચરિંગ લાઈવ અને એમકેએસ ટ્રસ્ટ છેલ્લા આઠ વર્ષથી ગુજરાતના 150 થી વધુ ગામોમાં 5,000 થી વધુ વંચિત અને અભ્યાસ છોડેલા યુવાનોને કૌશલ્ય આધારિત તાલીમ પૂરી પાડી ચૂક્યા છે.પહલના 70% વિદ્યાર્થીઓ સ્થિર રોજગાર સાથે સફળ જીવનજીવી આત્મ નિર્ભર બન્યા છે.પહલમાં મળતી તાલીમ માર્ગદર્શન અને મેન્ટોરશિપ તેમને સક્ષમ અને પ્રેરણાદાયક જીવન જીવવામાં મદદરૂપ બની છે.આ માત્ર કૌશલ્ય પૂરતું નથી પરંતુ જીવન કૌશલ્ય,શારીરિક,માનસિક,આરોગ્ય સહાય અને ભૂતપૂર્વ વિદ્યાર્થી સાથે મજબૂત જોડાણ દ્વારા જીવન પરિવર્તનમાં પ્રભાવ પાડે છે.
કરજણ સુમેરુ નવકાર જૈન તીર્થ ખાતે પહલ નર્ચરિંગ લાઈવ દ્વારા વલણ અને વડોદરા સ્થિત પહલ મેન્ટોરશિપ સ્કિલ સેન્ટરો પર પ્લાસર ઇન્ડિયા ના સહયોગથી તાલીમ પૂર્ણ કરેલા 150 યુવાનોનો દીક્ષાંત સમારોહ પ્લાસર ઈન્ડિયા એમડી સિગફીડ ફ્રીન્ક,એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનુપ શર્મા,એમકેએસ ટ્રસ્ટ ઉમેશ સાંઘવી સહિત રાજપીપળાના પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલ વિશિષ્ટ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિતોના હસ્તે વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે ફ્રીન્કે યુવાનોની હિંમત,આશા અને આત્મવિશ્વાસની પ્રશંસા કરી અને પહલ સાથે લાંબા ગાળાની સહભાગીતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.પહલ દ્વારા પ્રોત્સાહિત વિવિધતા અને સમાવેશ ની ભાવના વિશેષ જરૂરિયાત ધરાવતા દિવ્યાંગ ટ્રાન્સજેન્ડર યુવાનોએ પણ ગૌરવ પૂર્વક મંચ પર પ્રમાણપત્ર સ્વીકાર્યા પહલનું સ્વપ્ન છે કે સમગ્ર ભારતમાં વિસ્તારી યુવા અને મહિલાઓને સશક્ત બનાવી કૌશલ્ય વિકાસ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપે સદર કાર્યક્રમમાં નોકરી દાતાઓ, માતા-પિતા,યુવાનો, પહલ સ્ટાફ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.







