વાગરા,
વાગરા સ્થિત CISF કેમ્પસ ખાતે CISF યુનિટ ONGC ગંધાર તેમજ ગેઈલ ગંધાર અને ONGC દહેજના કર્મચારીઓ દ્વારા ૫૬ માં સ્થાપના દિવસની ઉજવણી સંપૂર્ણ ગર્વ અને ઉર્જા સાથે કરવામાં આવતા જવાનોએ પરેડ યોજી હતી.જે બાદ જવાનોએ CISF ના ધ્વજને સલામી આપી હતી.આ વેળાએ સહાયક કમાન્ડટ તેજવીર સિંહનાઓએ CISF કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યોને સંબોધિત કર્યા હતા.સહાયક કમાન્ડટ જે.કે મિશ્રા, CISF યુનિટ ONGC દહેજ અને અમર સિંહ, સહાયક કમાન્ડટ, CISF યુનિટ ગેઈલ ગંધાર પણ કાર્યક્રમ દરમિયાન હાજર રહ્યા હતા. I/C CPF અશોક કુમાર મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. જેમણે તમામ કર્મચારીઓને અભિનંદન આપ્યા હતા.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is