– દરેક શિક્ષક માટે એક દિવસમાં ૪૦ ઉત્તરવાહી તપાસવાનું લક્ષ્યાંક
ભરૂચ,
ભરૂચ જીલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓના પરિણામ માટેની પ્રક્રિયાના ભાગરૂપે ઉત્તરવાહી ચકાસણી કાર્યનો પ્રારંભ થયો છે.જેમાં દરેક શિક્ષક માટે દિવસમાં ૪૦ ઉત્તરવાહી તપાસવાનું લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યું છે.
ભરૂચ જીલ્લામાં ધોરણ ૧૦ની પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે અને ૧૨ બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થવાના આરે છે.હવે પરિણામ માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.ભરૂચ જીલ્લાની બોર્ડ પરીક્ષાના પેપર ચકાસણીનો પ્રારંભ થયો છે.જીલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલે મૂલ્યાંકન પ્રક્રિયા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ધોરણ ૧૦ માટે ૬,ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ માટે પ અને સાયન્સ પ્રવાહ માટે ૨ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે.જેમાં વિવિધ વિષયોના શિક્ષકો ઉત્તરવાહી આવતી જશે તેમ પ્રશ્નપત્રોની ચકાસણી પણ થતી જશે.કુલ એક લાખ વીસ હજાર જેટલી ઉત્તરવાહી ૧૦૫ શિક્ષકો દ્વારા ચકાસવામાં આવશે.પ્રથમ દિવસે દરેક શિક્ષકને ૨૦ ઉત્તરવાહી તપાસવાની રહેશે જે બરાબર જણાશે તો બીજા દિવસથી ૪૦ ઉત્તરવાહી તપાસવાનું ટાર્ગેટ આપવામાં આવશે.આજથી તવરાની એસ.ઝેડ.સરસ્વતી સ્કુલ ખાતે ઉત્તરવાહી તપાસવાની કામગીરીનો પ્રારંભ થયો છે.ત્યાર બાદ તબક્કાવાર અન્ય મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર પણ પેપર ચકાસણીની કામગીરી શરૂ કરવામાં આવશે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is