ભરૂચના રચના નગરમાં સી.સી રોડ અને પેવર બ્લોકના કાર્યનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત

SHARE:

ભરૂચ,

ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર ૫ મા આવેલ રચના નગર વિસ્તારમાં સી.સી રોડ અને પેવર બ્લોકના કાર્યનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

ભરૂચમાં સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત એક વધુ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 5માં રચના નગર વિસ્તારમાં મુખ્ય રસ્તાને સી.સી. રોડ તરીકે વિકસાવવા તથા આજુબાજુના માર્ગોમાં પેવર બ્લોક બેસાડવા માટે અંદાજિત રૂ.1.33 જેટલી રકમ ખર્ચ કરવામાં આવશે.આ કાર્યનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ,કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ વોર્ડના નગરસેવકો, વિવિધ સમિતિના હોદ્દેદારો, કાર્યકરો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે રચના નગર વિસ્તારમાં સી.સી. રોડ અને પેવર બ્લોક સુવિધા મળવાથી સ્થાનિક નાગરિકોને વધુ સુવિધાજનક મુસાફરી મળી રહેશે અને ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા પણ દૂર થશે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!