– મોટર સાયકલ સહીત કુલ કિ.રૂ.૧,૨૦,૨૯૦ ના મુદ્દામાલને કબ્જે કરી : નાસી ગયેલ ત્રણ મોટર સાયકલ ચાલક ઈસમોને વોન્ટેડ
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદાના ડેડીયાપાડા વિસ્તાર માંથી ગેરકાયદેસર જીલેટીન સ્ટીક તથા ઈલેક્ટ્રીક ડિટોનેટરની વિસ્ફોટક સામગ્રી ઝડપાઈ છે.એસઓજી નર્મદા પોલીસે મોટર સાયકલ સહીત કુલ કિ.રૂ.૧,૨૦,૨૯૦ ના મુદ્દામાલ ને કબજે કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વિશાખા ડબરાલ, પોલીસ અધિક્ષક નર્મદાએ નર્મદા જીલ્લા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે એક્ષપ્લોઝીવ રાખવા તથા ઉપયોગ કરતા ઈસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા આપેલ સુચના અનુસંધાને પોલીસ ઈન્સ્પેકટર વાય.એસ.શિરસાઠ એસ.ઓ.જી શાખા નર્મદાએ આપેલ સુચના અને માર્ગદર્શન આધારે
એસ.ઓ.જી શાખાના સ્ટાફના માણસો દ્વારા મળેલ બાતમી આધારે ઘાંટોલી ગામે ગોઠવેલ નાંકાબંધી, વાહન ચેકીંગ દરમ્યાન ત્રણ મોટર સાયકલ ચાલકો પોલીસની વાહન ચેકીંગ જોઈ સ્થળ ઉપર મોટર સાયકલ મુકી નાસી ગયેલ.જે પૈકી એક મોટર સાયકલ ચાલક ચંન્દ્રસિંગ મારૂજીભાઈ વસાવા રહે.ઘાંટોલીનો ઓળખાયેલ. ત્યાર બાદ મોટર સાયકલો ચેક કરતા હોન્ડા ડીઓ ગાડી નં.જીજે ૨૨ આર ૬૩૧૭ ની આગળની ભાગે મુકેલ એક કાપડની થેલીમાંથી વિસ્ફોટક પદાર્થ જીલેટીન સ્ટીક નંગ-૦૨ તથા ઈલેકટ્રીક ડીટોનેટર નંગ-૦૨ તથા ઇલેક્ટ્રીક્ટ વાયર ૩૦ મીટર નો મળી આવેલ. ૩ મોટર સાઈકલ જે તમામ મુદ્દામાલ મળી કુલ કિ.રૂ.૧,૨૦,૨૯૦ ના મુદ્દામાલને કબ્જે કરી ત્રણે નાસી ગયેલ મોટર સાયકલ ચાલક ઈસમોને વોન્ટેડ જાહેર કરી ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં એક્સ્પ્લોઝીવ એક્ટ મુજબનો ગુનો દાખલ કરીકાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.







