– વાઈસ ચેરમેન તરીકે સંજયસિંહ રાજ તેમજ નર્મદાબેન વસાવા
ભરૂચ,
ભરૂચ અને નર્મદા જીલ્લામાં ભારે ચર્ચાસ્પદ બનેલી ભરૂચ દુધધારા સહકારી
ઈ હતી.જેમાં ઘનશ્યામ પટેલ ફરી એકવાર બિનહરીફ ચેરમેન તરીકે વિજેતા બન્યા છે,જ્યારે વાઈસ ચેરમેન તરીકે સંજયસિંહ રાજ તથા નર્મદા વસાવાની વરણી કરવામાં આવી છે.
ભરૂચ દુધધારા ડેરીની ચૂંટણી દરમ્યાન વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ પાર્ટીના હાઈકમાન્ડની વિરૂદ્ધ જઈને પોતાની પેનલ ઉતારતાં વિવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો.તેમ છતાં ઘનશ્યામ પટેલની પેનલને સ્પષ્ટ વિજય મળ્યો હતો.
આજરોજ 6 ઓક્ટોબરના રોજ યોજાયેલી ચેરમેન અને વાઈસ ચેરમેન પદની ચૂંટણી ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી મનીષા માનાણીની અધ્યક્ષતા હેઠળ તથા ભાજપ જીલ્લા પ્રમુખ પ્રકાશ મોદીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.
ચેરમને પદ માટે ઘનશ્યામ પટેલે ઉમેદવારી નોંધાવી હતી અને તેમના સામે કોઈ ઉમેદવાર ઉભો ન થતા તેઓ ફરી બિનહરીફ ચેરમેન તરીકે જાહેર થયા હતા. તો વાઈસ ચેરમેન પદ માટે ભાજપના મેન્ડેટ ધરાવતા સંજયસિંહ રાજે ઉમેદવારી નોંધાવી હતી.જ્યારે નર્મદા વસાવાએ પણ ઉમેદવારી કરી હતી.જોકે નિયમ મુજબ એક જ વાઈસ ચેરમેનની પસંદગી કરી શકાતી હોવાથી આ બાબતે બિનહરીફ ચૂંટાયેલ પ્રકાશ દેસાઈએ વિરોધ નોંધાવ્યો હતો.જેથી નર્મદા વસાવાએ ઉમેદવારી પરત ખેંચતા સંજયસિંહ રાજને વાઈસ ચેરમેન તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.
બાદમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નર્મદા વસાવાને પણ વાઈસ ચેરમેન તરીકે નિયુક્ત કરતાં ડેરીમાં બે વાઈસ ચેરમેનની વ્યવસ્થા અમલમાં આવી હતી.વિજયી ઉમેદવારોને સમર્થકો દ્વારા જયઘોષ અને ફુલહાર સાથે વધાવવામાં આવ્યા હતા.
ડેરીનું સુકાન પુનઃ સંભાળતા ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે પશુપાલકો માટે વૈજ્ઞાનિક ઢબે પશુ પાલન માટેની નવી વ્યવસ્થાઓ કરવામાં આવશે તેમજ સાબરકાંઠાની જેમ ભરૂચમાં પણ પશુ ખરીદી માટે લોકો આવે તેવો માહોલ ઉભો કરવામાં આવશે.
ખાસ વાત એ રહી કે ઘનશ્યામ પટેલે ડેરીનું નેતૃત્વ પુનઃ સંભાળતા અને તેઓના જન્મદિવસ પણ હોવાથી સમર્થકોમાં ખુશી છવાઈ ગઈ હતી અને અભિનંદન તથા શુભકામનાઓની વર્ષા થઈ હતી.




