ભરૂચની સખી વન સ્ટોપ સેન્ટર ખાતે નેરોલેક્સ કંપની દ્વારા સીએસઆર ફંડ અંતર્ગત સેન્ટરનું નવીનીકરણ તેમજ વિવિધ વાસણો અને આવશ્યક ઉપકરણોનું દાન

SHARE:

ભરૂચ,

ભરૂચ જિલ્લામાં મહિલાઓને સહાયતા અને સંરક્ષણ પૂરુ પાડતા સખી વન સ્ટોપ સેન્ટર ખાતે નેરોલેક્સ કંપની દ્વારા પોતાના સીએસઆર ફંડ અંતર્ગત સેન્ટરનું નવીનીકરણ તેમજ વિવિધ વાસણો અને આવશ્યક ઉપકરણોનું દાન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ દરમ્યાન સેન્ટરનું સૌંદર્યવર્ધન,આવાસ સુવિધા અને ઉપયોગી સાધનોની સુવિધાઓમાં સુધારા કરવામાં આવ્યા હતા.જેથી અહીં આવતી પીડિત મહિલાઓને વધુ આરામદાયક અને સન્માનજનક વાતાવરણ મળી રહે.નેરોલેક્સ કંપનીના આ માનવતાભર્યા પ્રયત્નની પ્રશંસા દરેક ઉપસ્થિત મહાનુભાવોએ કરી હતી.આ પ્રસંગે પ્રોગ્રામ ઓફિસર કાશ્મીરા સાવત, મહિલા પોલીસ ઈન્સ્પેક્ટર વૈશાલી આહીર,સખી વન સ્ટોપ સેન્ટરના વૈશાલી ચાવડા તેમજ નેરોલેક્સ કંપનીના હોદ્દેદારો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.સૌએ મળીને સેન્ટરની નવી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું અને દાન રૂપે અપાયેલી વસ્તુઓનું વિતરણ કર્યું હતું.આ કાર્યક્રમ દરમ્યાન કાશ્મીરા સાવતએ જણાવ્યું હતું કે કંપનીએ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવતા મહિલાઓ માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.

 

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!