આમોદના મેલડી નગર માંથી મહાકાય અજગરનું રેસ્ક્યું કરાયું

SHARE:

– નેચર સેવિંગ ફાઉન્ડેશનના કાર્યકરોએ  અજગરનું રેસ્ક્યું કરતા લોકોએ રાહત અનુભવી

આમોદ,

આમોદના મેલડી નગર ખાતે ગત રોજ રાત્રિના સમયે મહાકાય અજગર જોવા મળતા પશુપાલકોમાં ગભરાટ જોવા મળ્યો હતો.જેથી સ્થાનિક રહીશ બીજલ ભરવાડે આમોદ વન વિભાગને જાણ કરતા આમોદ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણની સુચના અને માર્ગદર્શન હેઠળ નેચર સેવિંગ ફાઉન્ડેશનના કાર્યકર અંકિત પરમાર તેમજ હેમંત પરમારે મેલડી નગરમાં છુપાયેલા અજગરને શોધી કાઢી ભારે જહેમત બાદ આશરે આઠ ફુટ લાંબા અજગરનું રેસ્ક્યું કર્યું હતું.ત્યાર બાદ તેને નૈસર્ગીક વાતાવરણમાં મુકત કરવામાં આવ્યો હતો.

 

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!