કેવડિયા એકતા નગરી ખાતે 31 ઓક્ટોબરના રોજ એકતા દીનની ઉજવણીની તડામાર તૈયારી : બે દિવસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોકાશે

SHARE:

– આ વર્ષે 17 ઓક્ટોબર થી 15 નવેમ્બર સુધી પ્રકાશ વર્ષની ઉજવણી થશે

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

કેવડિયા એકતા નગરી ખાતે 31 ઓક્ટોબર ના રોજ એકતા દીનની ઉજવણી આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતિ ને પગલે ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.બે દિવસ પ્રધાનમંત્રી નરેદ્ર મોદી રોકાશે, આ સાથે આ વર્ષે 17 ઓક્ટોબર થી 15 નવેમ્બર સુધી પ્રકાશ વર્ષની ઉજવણી થશે જેમાં એકતા નગરીને દુલ્હન ની જેમ સજાવવામાં આવી રહી છે.તમામ પ્રોજેક્ટ પર LED લાઈટો વડે રોશની કરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.ત્યાર બાદ ભારત પ્રકાશ વર્ષની ઉજવણી કરવામાં આવશે આમ આ દિવાસી થી લઈને આખું વેકેશન ભવ્ય કાર્યક્રમો કેવડિયા એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરવામાં આવનાર છે.સમગ્ર કેવડિયા અને સ્ટેચ્યુ વિસ્તારમાં 35 થી 40 કરોડના ખર્ચે 3 કરોડ LED લાઈટોનો શણગાર કરી સ્ટેચ્યુ  રોડ અને ગ્લો ગાર્ડન ઝગમગી ઉઠ્યું છે.નર્મદા નિગમ દ્વારા વિદેશમાં જેમ લાઈટિંગ વાળા ગાર્ડન હોય છે તેમ હવે કેવડિયામાં પણ ગ્લોવ ગાર્ડન બનાવવા માં આવ્યું છે.રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને લઈને ફરી એકવાર કેવડિયા નગરીને એક દુલ્હનની જેમ શણગારવામાં આવી છે.

 

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!