– 87.83 લાખનો દારૂ અને વાહનો મળી એક કરોડથી વધુના મુદ્દામાલ સાથે પાંચની અટકાયત
ભરૂચ,
સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમે અંકલેશ્વરના નૌગામા ગામની સીમમાં એલ્કેમ કેમિકલ ફેકટરી પાછળ વિદેશી દારૂ ભરેલ ત્રણ વાહનો મળી કુલ 1 કરોડથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
ભરૂચ જીલ્લામાં તહેવારોમાં દારૂની રેલમછેલ કરવાના બુટલેગરોના અરમાન પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ત્રાટકી પાણી ફેરવી દીધું છે.સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ભરૂચ જીલ્લામાં પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના નૌગામા ગામની સીમમાં એલ્કેમ કેમિકલ ફેકટરી પાછળ વિદેશી દારૂનું કટિંગ કરવામાં આવી રહ્યું છે.જેવી બાતમીના આધારે એસ.એમ.સીની ટીમે વોચ ગોઠવી હતી અને વિદેશી દારૂના કટિંગ દરમ્યાન દરોડા પાડી સ્થળ પરથી વિદેશી દારૂની 45,504 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 87.82 લાખનો દારૂ અને 18 લાખના ત્રણ વાહનો મળી કુલ 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને સુરતના સિદ્ધનાથ યાદવ,સંદીપ ગુપ્તા,મહેન્દ્ર પાલ, રવિ સરોજ તેમજ પલકધારી ગૌતમને ઝડપી પાડ્યો હતો.સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે મોટી માત્રામાં દારૂ ઝડપી પાડતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.







