ભરૂચ,
તાલુકા કાનુની સેવા સમિતિ દ્વારા આમોદ અને વાલિયા તાલુકામાં સિવીલ કોર્ટ સંકુલ ખાતે મધ્યસ્થીકરણ કેન્દ્રોનું વર્ચ્યુઅલી ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજયમાં કાનુની રીતે પક્ષકારો વચ્ચે વેયમનસ્ય દુર કરવાના હેતુથી અને પક્ષકારો સમાધાનકારી અભિગમ અપનાવી સહમત થઈ ન્યાય મેળવે તે હેતુથી સ્ટેટ લીગલ સર્વીસ ઓથોરીટી ધ્વારા સમગ્ર રાજયમાં કુલ ૭૩ મધ્યસ્થીકરણ કેન્દ્રોનું ઉદઘાટન નામદાર સુપ્રીમ કોર્ટના માનનીય ન્યાયમુર્તી અગસ્ટીન જોર્જ મશીહ સાહેબના વરદ હસ્તે તેમજ નામદાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ સાહેબ અને અન્ય ન્યાયમુર્તી સાહેબોની વિષેશ ઉપસ્થીતીમાં અને માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લાના આમોદ અને વાલીયા તાલુકા કોર્ટ સંકુલો ખાતે કરવામાં આવ્યું હતું.આ સમગ્ર કાર્યક્રમનું યુ-ટયુબના માઘ્યમથી લાઈવ ટેલીકાસ્ટ યોજવામાં આવેલ હતું. ભરૂચ જિલ્લાના ન્યાયાધીશ સાહેબો, મિડીયેટર્સ, વકીલશ્રીઓ એ કાર્યક્રમ નિહાળ્યો. આમોદ અને વાલીયા તાલુકાના લોકોને આ મધ્યસ્થીકરણ કેન્દ્રોની સ્થાપનાથી પોતાના કેસોમાં સમાધાનથી નિરાકરણ લાવવા પ્રેરણા મળશે.







