અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે એક કરોડથી વધુના દારૂ સાથે બેની અટકાયત કરી

SHARE:

– પ્લાસ્ટિકની બેગની આડમાં ચોરખાનામાં દારૂ લઈ જવાતો હતો : માંડવા ટોલ ટેક્સ નજીકથી ઝડપી પાડ્યા

ભરૂચ,

અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પરથી દિવાળીના તહેવારો પૂર્વે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે.બી ડિવિઝન પોલીસે રૂપિયા એક કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે.

અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસના સૂત્રોને બાતમી મળી હતી કે નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રકમાં વિદેશી દારૂની મોટાપાયે હેરાફેરી થનાર છે જેના આધારે પોલીસકર્મીઓએ માંડવા ટોલ પ્લાઝા નજીક વોચ ગોઠવી હતી.આ દરમ્યાન બાદમીવાળી ટ્રક નંબર NL-01-L-7828 આવતા તેને અટકાવી તપાસ કરતા અંદરથી પ્રથમ તો પ્લાસ્ટિકની બેગ મળી આવી હતી જોકે વધુ સઘન તપાસ કરતા પોલીસકર્મીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.પ્લાસ્ટિકની બેગની આડમાં ચોરખાનું બનાવીને લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો.પોલીસે ટ્રકમાંથી રૂ.1.36 કરોડથી વધુની કિંમતની વિદેશી દારૂની 26 હજાર નંગ બોટલ કબજે કરી હતી.આ ઉપરાંત ટ્રક અને મોબાઈલ મળી કુલ રૂપિયા 1.51 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આ મામલામાં પોલીસે દેવીલાલ પટેલ અને વિજય પંચાલ નામના આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે 6 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. વિદેશી દારૂનો મોટો જથ્થો કરછના ગાંધીધામના કુખ્યાત બુટલેગરોએ મંગાવ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દિવાળી નો તહેવાર નજીક આવતા જ બૂટલેગરો અવનવા કિમિયા અજમાવી દારૂ ઘુસાડવામાં વ્યસ્ત બન્યા છે તો બીજી તરફ પોલીસ પણ સતર્ક બની બૂટલેગરોના કિમિયા પર પાણી ફેરવી મોટી માત્રામાં દારૂના જથ્થાઓ ઝડપી પાડવામાં સફળતા મેળવી રહ્યા છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!