best news portal development company in india

અંકલેશ્વર ખાતે મેગા જાગૃતિ કેમ્પ “તમારી મૂડી, તમારો અધિકાર “નું આયોજન થતા મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો

SHARE:

ભરૂચ,
શારદા ભવન અંકલેશ્વર ખાતે મેગા જાગૃતિ કેમ્પ “તમારી મૂડી, તમારો અધિકાર “નું આયોજન કરવામાં આવ્યું,જેનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓમાં રહેલા અપ્રાપ્ત નાણાં (Unclaimed Financial Assets) અંગે માહિતી આપવી અને તેનો દાવો કેવી રીતે કરવો તે સમજાવવું હતો.
આ કાર્યક્રમ ભારત સરકારના નાણાં મંત્રાલયના નાણાંકીય સેવા વિભાગ (DFS) દ્વારા ભારતીય રિઝર્વ બેંક (RBI), IRDAI, SEBI અને IEPFA ના સહયોગથી શરૂ કરાયેલા રાષ્ટ્રીય અભિયાનના ભાગરૂપે યોજાયો હતો.જેમાં જિલ્લા ભરૂચ ને વિશેષપણે મેગા કેમ્પ માટે પસંદ કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમનું આયોજન લીડ બેંક ભરૂચ – બેંક ઓફ બરોડા દ્વારા કરવામાં આવ્યું હતું.લીડ બેંક મેનેજર શ્રી અનૂપ જ્યોતિષી એ જણાવ્યું કે આ કાર્યક્રમ ” તમારી મૂડી, તમારો અધિકાર ” અભિયાનનો ભાગ છે, જે માનનીય નાણાં મંત્રી નિર્મલા સીતારામન દ્વારા 4 ઓક્ટોબર 2025 ના રોજ ગાંધીનગર, ગુજરાત માં લોન્ચ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિશિષ્ટ મહેમાનો અને વક્તાઓ તરીકે યોગેશ કાપસે, જિલ્લા વિકાસ અધિકારી ભરૂચ,બાલાજી કુમાર સિંહ સામંતા, મુખ્ય મહાપ્રબંધક, ભારતીય સ્ટેટ બેંક – વિશેષ મહેમાન,પ્રેમસિંહ નેગી, ઉપ મહાપ્રબંધક, બેંક ઓફ બરોડા – સુરત ઝોન, રાજ કપૂર, પ્રદેશ પ્રબંધક, ગુજરાત ગ્રામિણ બેંક – સુરત, યાદવેન્દ્ર રાકેશ, પ્રદેશ પ્રબંધક, SBI – ભરૂચ,હિરેનકુમાર બારોટ, તાલુકા વિકાસ અધિકારી – અંકલેશ્વર,મંકિતસિંહ ગોહિલ, સાઇબર પોલીસ અધિકારી – ભરૂચ, જેમણે સાઇબર ઠગાઈથી બચવા માટેની માહિતી આપી,સુજા સિબુ, જિલ્લા વિકાસ પ્રબંધક, નાબાર્ડ,રાજીવ કુમાર, જિલ્લા રવિવારી મેનેજર, બેંક ઓફ બરોડા,હર્ષલ પાટીલ, ડિરેક્ટર, આરસેટી ભરૂચ, ધીરજ કુમાર, મુખ્ય મેનેજર, બેંક ઓફ બરોડા – અંકલેશ્વર, જેમણે કાર્યક્રમના અંતે તમામ મહેમાનો અને ભાગ લેનારાઓનો આભાર માન્યો હતો.
SBI, BOB, BOI, BOM, Canara Bank, Central Bank, Gujarat Gramin Bank, HDFC Bank, HDFC Mutual Fund, ICICI Bank, IDBI Bank, IOB, PNB, UCO Bank, Union Bank, Axis Bank, LIC, ભરૂચ જિલ્લા સહકારી બેંકો અને સંસ્થાઓ જોડાઈ હતી.
અપ્રાપ્ત નાણાં અંગે અભિયાન પુસ્તકનું વિમોચન,જાગૃતિ વિડીયો પ્રદર્શન, જેમાં દાવા કરવાની પ્રક્રિયા સમજાવવામાં આવી,સાઇબર સુરક્ષા અંગે સત્ર, જેમાં ઠગાઈથી બચવાના ઉપાયો જણાવવામાં આવ્યા હતા.
200+થી વધુ નાગરિકોની હાજરી,20 દાવેદારોએ પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યા,અંદાજે ₹32 લાખના દાવાઓ સફળતાપૂર્વક પૂર્ણ થયા.આ કાર્યક્રમ નાગરિકોને નાણાકીય અને ડિજિટલ જાગૃતિ આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું, જેનાથી તેઓ પોતાના અધિકારો અને સુરક્ષા અંગે વધુ જાણકારી મેળવી શક્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!