લ્યો કરો વાત : દિવા તળે અંધારું! ગરુડેશ્વર સિવિલ હોસ્પિટલ પાસે શબ વાહિનીની જ નથી?

SHARE:

– એસપી રેશનલ ડિસ્ટ્રિક્ટ નર્મદાના ગરીબ આદિવાસીઓના લલાટે સુવિધાઓ નસીબ કેમ નથી?!

– સ્ટેચ્યુ પાસેના ગરુડેશ્વર તાલુકાના ચીનકુવા ધીરખાડી ગામ ખાતે બે ના મોત થતાપીએમ બાદ લાશ ને શબવાહીનીન મળતા ખાનગી વાહનમાં લઈ જવાનો વારો આવ્યો : નર્મદાનો આતે કેવો વિકાસ અને આતે કેવી નેતાગીરી?

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

જ્યાં વિશ્વ ની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નો કરોડો ના ખર્ચે ટુરીઝમના નામે વિકાસ થઈ રહ્યો છે ત્યારે દિવાળી ના પ્રકાશ પર્વે જ નર્મદા માં વિકાસ નામે ફુગ્ગો ફૂટ્યાની શરમ જનક ઘટનાએ સૌનું ધ્યાન ખેંચાય એવી ઘટના બની છે.જેમાં SOU પાસેના ગરુડેશ્વર સિવિલ હોસ્પિટલ પાસે શબ વાહિનીની જ ન હોવાની હકીકત સામે આવતા દિવા તળે અંધારું જોવાનો વારો આવ્યો છે.

સ્ટેચ્યુ પાસેના ગરુડેશ્વર તાલુકાના ચીનકુવા ધીરખાડી ગામ ખાતે બે ના મોત થયા હતા.ખેતરમાં કામ કરી રહેલા સ્થાનિક લોકો પર વીજળી પડતાં બે વ્યક્તિઓના કરૂણ મૃત્યુ થયા હતા.જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો.મૃત્યુ પામેલા પુરુષ અને મહિલાના મૃતદેહને ગઈકાલે ગરુડેશ્વર સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને (ગુરૂવારે) તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પીએમ બાદ લાશ ને શબવાહીનીન મળતા ખાનગી વાહન માં લઈ જવાનો વારો આવતા

એસપીરેશનલ ડીસ્ટ્રીક નર્મદામાં આદિવાસીઓ માટેના વિકાસની વાતો પોકળ પુરવાર થઈ છે. જાણવા મળ્યું કે ગરુડેશ્વર સિવિલ હોસ્પિટલમાં વર્ષોથી સબ વાહિનીની સુવિધા જ ઉપલબ્ધ નથી.

લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે કે આતે કેવો વિકાસ અનેઆતે કેવી નેતાગીરી?!એસપીરેશનલ ડિસ્ટ્રિક્ટ નર્મદાના  ગરીબ આદિવાસીઓના લલાટે સુવિધાઓ નસીબ કેમ નથી?! તંત્ર માટે ઢાકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી શરમજનક વાત કહી શકાય એવી ચર્ચા સાથે સત્તાધારી પક્ષે વિપક્ષને ઝોળીમાં  ચર્ચાનો મુદ્દો આપી દીધો છે.

ઘટના સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલ ગરુડેશ્વર તાલુકાના ચીનકુવા ધીરખાડી ગામની છે.ત્યાં ખેતરમાં કામ કરતા સ્થાનિક લોકો પર વીજળી પડી જેમાં બે લોકોના મૃત્યુ થયા અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા. તેમાં મૃત્યુ પામેલા પુરુષ અને મહિલાનેગરુડેશ્વર સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. બીજે દિવસે પીએમ કરવામાં આવ્યું અને તેમને પીએમ કર્યા બાદ તેમના શબને ઘરે લઈ જવા માટે શબ વાહિનીની માંગણી કરી તો જાણવા મળ્યું કે ત્યાં વર્ષોથી શબવાહીનીની સુવિધાઓ જ ઉપલબ્ધ નથી?! અને ડોક્ટરો સાથે વાતચીત થઈ તો વાતોને ટાળી અને યોગ્ય જવાબ આપવામાં ન આવ્યો.

તંત્ર માટે આનાથી વધુ શરમ જનક વાત શી કહી શકાય.

એક તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે તો બીજી તરફ એજ વિસ્તારમાં મૃતદેહ ને લઈ જવા માટે ગરુડેશ્વર હોસ્પિટલ પાસે શબવાહીની ના હોય એ તો શરમજનક અને નીંદનીય બાબત જ કહી શકાય? અહીંનું આરોગ્ય તંત્ર ઘોર નિંદ્રા માં ઉંઘતું ઝડપાઈ ગયું છે.

એક તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ માટે સ્થાનિક આદિવાસી લોકોની જમીનો લેવામાં આવી અને તેમને વિસ્થાપિત કરવામાં આવ્યા જે આદિવાસીઓએ સ્ટેચ્યુ અને નર્મદા ડેમ માટે પોતાની કિંમતી જમીનો આપી એ આદિવાસી ઓના મોત નો મલાજો પણ ન જળવાય.ગરીબ આદિવાસીઓના લલાટે  શબવાહીની સુવિધા ન મળે કેટલી ઘૃણા સ્પદ હકીકત કહી શકાય.

સરકારમાં બેઠેલા સ્થાનિક નેતાઓ શબ વાહિની ઉપલબ્ધ કરાવી શકતા નથી ત્યારે નર્મદા ની બોદી નેતાગીરી સામે અનેક સવાલો ચોક્કસ ઉભા થાય છે.

આજે પણ નર્મદા વિકાસથી ઘણો પાછળ છે નર્મદા ની બ્રોડ ગેજ રેલવે લાઈન સ્થાનિક નેતાઓ ચાલુ કરાવી શક્યા નથી નર્મદા ને હજી વર્ષોથી એન્જીન્યરિંગ કોલેજ અપાવી શક્યા નથી.ઘણા લાંબા સમયથી તૈયાર બંધાઈ ને ધૂળ ખાતી જીત નગર ખાતે બિરસા મુંડા યુનિવર્સીટી નું લોકાર્પણ કરવાનો સરકાર પાસે સમય નથી?,રાજપીપલા અને સ્ટેચ્યુ રોડ પર મસ મોટા ખાડા જનતા ને ભેટ આપી 31 ટાણે રાતોરાત ખાડા પૂરવાની બોગસ કામગીરી જનતા ની મજાક મશ્કરી સમાન જ છે.નર્મદા જિલ્લો હજી પણ વિકાસથી ઘણે દૂર છે એવું આજે પણ પ્રજા અનુભવી રહી છે.

 

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!