– ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન,છત્તીસગઢ અને મધ્ય પ્રદેશ રાજ્યોના 600 થી વધુ ગ્રામિણ ડાક સેવકોએ ભાગ લીધો : શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ગ્રામિણ ડાક સેવકોને સન્માન પત્રથી સન્માન કરાયું
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની ઉપસ્થિતીમાં એકતા નગર ખાતે ગ્રામિણ ડાક સેવક સંમેલન યોજાયું હતું જેને મંત્રીએ દીપ પ્રગટાવી ખુલ્લું મૂક્યું હતું.આ કાર્યક્રમમાં વડોદરા વિસ્તારના વિવિધ વિભાગો માંથી આશરે 600 ગ્રામિણ ડાક સેવકોએ ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન,છત્તીસગઢ અને મધ્ય પ્રદેશ રાજ્યોના ગ્રામિણ ડાક સેવકોએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે જેમણે નવા ખાતા ખોલવા,પોસ્ટલ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી ઈશ્યુ, આરપીએલઆઈ પ્રીમિયમ વસૂલી,ડીબિટી ટ્રાન્ઝેક્શન અને જવાબદાર ડાક લેખોની સમયસર ડિલિવરી જેવા ક્ષેત્રોમાં ઉત્તમ પ્રદાન કર્યું છે.એવા શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ગ્રામિણ ડાક સેવકોને સન્માન પત્ર,સ્મૃતિભેટઅને લાલ જેકેટ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા અને ડાક સેવકો સાથે સંવાદ કર્યો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે ડાક સેવાએ જન સેવા છે.વિવિધ પ્રકાર ના જે એલાઉન્સ મળતા ન હતા તેમને ભારત સરકારે આપ્યા છે.ટપાલી ભારતના પરિવારનો સદસ્ય છે જે ઘર ઘર જઈને ટપાલ સાથે પ્રેમ ભાવના વહેચે છે.એમના સંતાનોને કેન્દ્ર વિદ્યાલય માં પ્રવેશ મળતો થયો છે.સુકન્યા સમૃદ્ધિ યોજના, વૃદ્ધ પેન્શન યોજના પરિ વાર માટે આશિર્વાદ રૂપ પૂરવાર થઈ છે.1,65,000 ભારત માં સૌથી વધુ પોસ્ટ ઓફિસઆવેલી છે જે વિશ્વના કોઇ પણ દેશ કરતાં સૌથી વધુ છે.એક વર્ષ માં 7 કરોડ પોસ્ટ પાર્સલનો વિક્રમ ધરાવે છે 62કરોડ સ્પીડ પોસ્ટ,94 કરોડ મેઈલ સૌથી વધુ ખાતા 1.20 કરોડ, 15 કરોડ આધાર બનાવ્યા,પાસ પોર્ટ સેવા કેન્દ્ર 450 આવેલા છે.તેમણે જણાવ્યું હતું કે આ સંમેલનનો હેતુ ગ્રામિણ ડાક સેવકો (GDS)ની સેવા ભાવના અને સમર્પણનો ઉત્સવ મનાવવાનો તથા ગ્રામિણ ભારતમાં ડાક, બેન્કિંગ અને વીમા સેવાઓના વિસ્તરણમાં તેમના મહત્વપૂર્ણ યોગદાનને માન્યતા આપવાનો છે.
આ કાર્યક્રમમાં વડોદરા વિસ્તારના વિવિધ વિભાગો માંથી આશરે 600 ગ્રામિણ ડાક સેવકો ભાગ લેશે. મંત્રી શ્રી સિંધિયા સેવકો સાથે સંવાદકરી તેમને પ્રેરિત કર્યાં હતા અને નાગરિક કેન્દ્રિત, આધુનિક ડાક નેટવર્ક માટેની પોતાની દ્રષ્ટિ શેર કરી હતી.કાર્યક્રમ દરમિયાન મંત્રી દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ગ્રામિણ ડાક સેવકોને સન્માનિત કરવામાં આવ્યા હતજેમણે નવા ખાતા ખોલવા, પોસ્ટલ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી ઈશ્યુ, આરપીએલઆઈ પ્રીમિયમ વસૂલી, ડીબિટી ટ્રાન્ઝેક્શન અને જવાબદાર ડાક લેખોની સમયસર ડિલિવરી જેવા ક્ષેત્રોમાં ઉત્તમ પ્રદાન કર્યું છે.
વધુમાં જણાવ્યું છે.આ સંમેલન સરકારની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે કે, જેના અંતર્ગત ભારત ડાક વિભાગને ગ્રામિણ ભારતમાં શાસનના પ્રવેશ દ્વાર તરીકે મજબૂત બનાવવામાં આવી રહ્યો છે,જેથી દરેક ડાકઘર નાગરિક કેન્દ્રિત સેવાઓનું મુખ્ય કેન્દ્ર બની શકે.મંત્રી જાતે સ્ટેજ પરથી નીચે ઉતરી ડાક સેવકો અને લોકોની વચ્ચે આવીને જનતાને સંબોધી હતી.
આ પ્રસંગે મંત્રી સાથે શ્રીમતી મંજુ કુમાર, સભ્ય (પર્સોનેલ), પોસ્ટલ સર્વિસ બોર્ડ; ગણેશ સવાલેશ્વરકર- ચીફ પોસ્ટમાસ્ટર જનરલ, ગુજરાત વર્તુળ રાજ કુમાર- ઉપ મહાનિર્દેશક (સ્થાપના) પોસ્ટલ ડિરેક્ટોરેટ; રાજીવ કાંદપાલ- જનરલ મેનેજર (ફાઈનાન્સ એન્ડ પબ્લિક એકાઉન્ટ્સ) ગુજરાત; દિનેશ કુમાર શર્મા- પોસ્ટમાસ્ટર જનરલ વડોદરા વિસ્તાર; તથા સુરેકરગુણાથન-ડિરેક્ટર પોસ્ટલ સર્વિસીસ (મુખ્યાલય) ગુજરાત હાજર રહ્યા હતા.




