૧૫૧ વાગરા વિધાનસભામાં આમ આદમી પાર્ટીનો વધી રહ્યો છે દબદબો

SHARE:

– કોંગ્રેસ હાસીયા તરફ ધકેલાઈ રહી છે જ્યારે ભાજપની વોટ બેંક પણ સરકી રહી છે

– આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સીધી હરીફાઈ ભાજપ સામે હશે

ભરૂચ,

આમ આદમી પાર્ટી એ વાગરા વિધાનસભામાં ભાડભુત જીલ્લા પંચાયત બેઠકથી જે ગુજરાત જોડો સદસ્યતા અભિયાન અંતર્ગત મિટીંગની શરૂઆત કરી હતી તે છેલ્લી પાલેજ જીલ્લા પંચાયતની જનસભા બેઠક થી પૂર્ણ કરી.જેમાં અનેક કોંગ્રેસ ભાજપના નવા ચહેરાઓએ આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી સાચી દેશભક્ત અને કટ્ટર ઈમાનદાર એવી આમ આદમી પાર્ટીના પક્ષે લાવવામાં સફળ રહ્યા છે.

જેમ જેમ જીલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ આમ આદમી પાર્ટીની મતદારો સુધી પહોંચવાની ગતી તેજ બની રહી છે.

ભરૂચ લોકસભા ઈન્ચાર્જ યાકુબ ગુરજી સાથેની એક વાતચીતમાં એમણે જણાવ્યું હતું કે અમારા પ્રદેશના આદેશ અનુસાર ભરૂચ લોકસભાની ૭ વિધાનસભાઓમાં જીલ્લા પંચાયત દિઠ જે જનસભાઓનુ આયોજન હતું.તેમાં ભરૂચ લોકસભાની કુલ ૫૪ જીલ્લા પંચાયતની બેઠકોમાં ૫૪ બેઠકો ઉપર મિટીંગ થય ચુકી છે અને ૫૪ જેટલી નવી ટીમો બની છે તેઓ હવે લાભ પાંચમ પછી કુલ ૨૫૪ તાલુકા પંચાયત બેઠકો ઉપર મિટીંગ કરી બુથ સુધી પહોંચશે.અમારા નેતા ચૈતરભાઈ જે રીતે લોકોના પ્રશ્નોના નિરાકરણ તરફ અગ્રેસર રહે છે.ભાજપના ભ્રષ્ટાચારની પોલ ખોલે છે જેલ માંથી છુટ્યા પછી બીજા દિવસ થી પોતાના નવા બનેલા ચિકદા તાલુકા  અને સાગબારાના ગામોનો પ્રવાસ કરી રહ્યા છે એ સાચા જનપ્રતિનિધિ હોવાનું પ્રતિક છે જેના કારણે લોકો સમગ્ર લોકસભા માંથી આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે.

આમ આદમી પાર્ટી જીલ્લા/ તાલુકા સંગઠન ના બધા લોકો જે નિષ્ઠાપૂર્વક પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે.જેના કારણે ભરૂચ લોકસભાની જો વાત કરીએ તો મારી માહિતી મુજબ ૫૫૦૦ જેટલા લોકો આજ સુધીમાં આમ આદમી પાર્ટીમા જોડાયા છે.તેમા પણ છેલ્લા ૧૫ વર્ષ થી ભાજપનો ગઢ રહેલ વાગરા વિધાનસભા માં પણ હવે આમ આદમી પાર્ટી નો દબદબો વધી રહ્યો છે કોંગ્રેસ હાસીયા માં ધકેલાઈ રહી છે જ્યારે ભાજપની વોટ બેંક પણ હવે સરકી રહી છે.

વાગરા વિધાનસભામાં ઓબીસી સમાજની વાત કરીએ જે હંમેશા ૮૦ ટકાથી વધુ ભાજપ સાથે રહેલ હોય તેમનો ભાજપની  મોહભંગ થયો છે.૧૯ જેટલા ઓબીસી ગામોના પ્રતિષ્ઠિત આગેવાનો આમ આદમી પાર્ટીમા જોડાયા છે અને હજુ જોડાવવાનો એ પ્રવાહ ચાલુ છે એ જ રીતે ચૈતર વસાવાના પ્રભાવને કારણે અને ચૈતર વસાવાના પ્રયાસોથી આદીવાસી સમાજમાં જે જાગૃતિ આવી છે.તેના થી હવે આદિવાસી સમાજનો પણ ભાજપથી મોહભંગ થયો છે અને આમ આદમી પાર્ટીમાં ઉત્સાહ ભેર જોડાઈ રહ્યા છે.બીજી તરફ કોંગ્રેસની એક માત્ર મતબેંક ગણાતો મુસ્લિમ સમાજના આગેવાનો પણ હવે આમ આદમી પાર્ટી તરફ આવી રહ્યા છે.ખાસ કરીને વાગરા તાલુકા.માંથી તો કોંગ્રેસના પદાધિકારીઓ જોડાઈ ગયા હજુ કેટલાક જોડાવવાની તૈયારી માં છે.ભરૂચ તાલુકામાં પણ કોંગ્રેસના આગેવાનો માં ઉકળતો ચરૂ છે જે ગમે ત્યારે ફાટી પડે એમ છે જો કે લધુમતી મતદારો કોંગ્રેસની ભાજપ સાથેની મિલીભગતથી કંટાળી ગયા છે.જેથી ગામે ગામથી લઘુમતી સમાજના લોકો કોંગ્રેસ નો પંજો છોડી ઝાડુ પકડી રહ્યા છે.

ટુંકમાં દરેક સમાજ માંથી આગેવાનો આમ આદમી પાર્ટી માં જોડાઈ રહ્યા છે.‌

આમ આદમી પાર્ટીનો ૧૫૧ વાગરા વિધાનસભા માં જે રીતે દબદબો વધી રહ્યો છે.આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં માં આમ આદમી પાર્ટીની સીધી હરીફાઈ ભાજપ સાથે હશે એ નિશ્ચિત છે.

 

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!