best news portal development company in india

રાજસ્થાનથી પૂણે જતી ટ્રકમાં સિરામિક પાઉડરની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ પકડાયો

SHARE:

– પોલીસે બાતમીના આધારે આજમનગર પાસે ટ્રક ઝડપી ૧૫.૬૪ લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા

આમોદ,

આમોદ તાલુકાના આઝમનગર પાસે પોલીસે બાતમીના આધારે આજરોજ સવારે રાજસ્થાનથી પૂણે જતી ટ્રકમાં સિરામિક પાઉડરની આડમાં લઈ જવાતા વિદેશી દારૂ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

આમોદ પોલીસ ઈન્સ્પેકટર રાજુ કરમટીયાને રાજસ્થાનથી પૂણે જતી ટ્રકમાં વિદેશી દારૂ હોવાની બાતમી મળી હતી.જેથી પોતાના સ્ટાફ મિત્રો સાથે આમોદ તાલુકાના આઝમનગર પાસે આજરોજ સવારે વોચ ગોઠવતા રાજસ્થાન પાસિંગની ટ્રક નંબર આર.જે.૨૭ જી.ડી.૬૦૫૧ ને રોકી તલાશી લેતા સિરામિક પાઉડરની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ બોટલ નંગ ૯૨ જેની કિંમત રૂપિયા ૩૩૫૮૦ ઝડપી પાડ્યો હતો.આ સાથે પોલીસે ટ્રકના ડ્રાઈવર ક્લીનર સહિત ત્રણ આરોપી નામે સુરેશ કુમાર રાજુરામ બંજારા રહે. કુંભલગઢ રાજસ્થાન.,ઓમપ્રકાશ રતનલાલ જાટ રહે.પીપરડા રાજસ્થાન તેમજ મીઠુદાસ સોહનદાસ રંગાસ્વામી રહે.કુંભલગઢ રાજસ્થાનની ધરપકડ કરી તેમની પાસેથી રોકડા રૂપિયા ૯૫૦ તેમજ ત્રણ નંગ મોબાઈલ જેની કિંમત રૂપિયા ૩૦,૦૦૦ તેમજ ટ્રકની કિંમત ૧૫ લાખ ગણી કુલ ૧૫,૬૪,૨૩૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

 

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!