best news portal development company in india

જંબુસર બીએપીએસ મંદિર ખાતે હાટડી ઉત્સવ ઉજવાયો

SHARE:

(સંજય પટેલ,જંબુસર)

જંબુસર બીએપીએસ મંદિર દ્વારા વખતો વખત ધાર્મિક ઉત્સવોનું આયોજન પૂજ્ય જ્ઞાનવીર સ્વામી, પૂજ્ય યશો નિલય સ્વામીની ઉપસ્થિતિમાં થતું હોય છે.પ્રબોધિની એકાદશી જેને દેવ ઉઠી એકાદશી પણ કહેવામાં આવે છે.તથા તુલસી વિવાહ ઉત્સવનું ઠેર ઠેર આયોજન કરવામાં આવે છે.દેવ ઉઠી એકાદશીના દિને હાટડી ઉત્સવની ઉજવણી સ્વામિનારાયણ સંપ્રદાયમાં કરવામાં આવે છે. જે અંતર્ગત બીએપીએસ મંદિર ખાતે સંતોની ઉપસ્થિતિમાં શાક હાટડી ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી ભગવાન પાસે જાતજાતની શાકભાજી મૂકવામાં આવી,ભગવાન જાણે શાક વેચવા બેઠા હોય તેવું ભાસતું હતું. મંદિર ખાતે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના 75 માં પ્રમુખ વરણી દિન તથા પ્રગટ ગુરુહરી મહંત સ્વામી મહારાજના 92માં જન્મોત્સવની ઉજવણી નિમિત્તે 92 પ્રકારની વિવિધ શાકભાજી સુંદર કલાત્મક રીતે ગોઠવવામાં આવી હતી અને ભજન કીર્તન બાદ સંતો દ્વારા ભગવાનની આરતી ઉતારવામાં આવી હતી.ત્યાર બાદ રવિ સભાનો પ્રારંભ થયો હતો.શાક હાટડીમાં પાદરાના વિરલભાઈ ગાંધી,વિશ્રામપુરા નિતેશભાઈ,બંટી ફળિયાના ભક્તોએ સેવા કરી હતી.મનુષ્યમાત્ર ઉત્સવ પ્રિય છે.ચાતુર્માસની પૂર્ણાહુતિ દેવ દિવાળી નો દિવસ જે ખૂબ જ પવિત્ર દિવસ મનુષ્યને ભગવાન સાથે ઓતપ્રોત થવાય છે. તેમની સાથે હેત થાય છે,ભક્તિ ભાવ વધે તે માટે ઉત્સવો યોજાતા હોય છે.દરેક ભક્તોએ સેવા સમર્પણથી મદદ કરી આ ઉત્સવ ઉજવાયો છે.તેમ જ્ઞાનવીર સ્વામીએ જણાવ્યું હતું.આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્ત ભાઈ બહેનો હાજર રહી દર્શન સભાનો લાભ લીધો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!