ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણાએ ભાગીતર શુકલતીર્થ મેળાની મુલાકાત લીધી

SHARE:

– શુકલતીર્થ,મંગલેશ્વર થઈ પોલીસ અધિક્ષક ઝઘડિયા મઢી ખાતે પહોંચ્યા હતા

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જિલ્લામાં અસંખ્ય ભાગીતળ મેળાના આયોજન થાય છે,તે પૈકી શુકલતીર્થ ખાતે પરંપરાગત રીતે ભરાતા ભાગીતર મેળાનું આયોજન ચાલુ સાલે પણ શુકલતીર્થ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યું છે.ભાગીતર મેળો પૂર્ણતાની આળે છે ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણાએ મેળાની મુલાકાત લઈ સુરક્ષાના એકમોને તપાસ્યા હતા અને જવાબદાર અધિકારીઓ સાથે ચર્ચા વિમર્શ કર્યા હતા.પોલીસ અધિક્ષક શુકલતીર્થ ખાતેથી મંગલેશ્વર થઈ નાવડી દ્વારા ઝઘડિયા મઢી ખાતે આવી પહોંચ્યા હતા. ઝઘડિયા મઢી ખાતેથી શુકલતીર્થ સુધી નાવડી વાટે જવાય છે,ઝઘડિયા મઢી ખાતે ઝઘડિયા,વાલિયા, નેત્રંગ ઉપરાંત નર્મદા જિલ્લા માંથી અસંખ્ય શ્રદ્ધાળુઓ શુકલતીર્થના મેળામાં પહોંચવા માટે ઝઘડિયા મઢીથી નાવડી વાટે શુકલતીર્થ પહોંચે છે, ઝઘડિયા મઢીથી નાવડી વાટે જતા શ્રદ્ધાઓ ની સુરક્ષા બાબતે જિલ્લા અધિક્ષકે ઝઘડિયા પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર વિ.કે લાકોડ સાથે ચર્ચા વિમર્શ કરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!