કલરટેક્સ વિલાયત ખાતે ઔદ્યોગિક સ્વાસ્થ્ય અને સલામતી જાગૃતિ માટે સેફટી ઓફિસરની તાલીમ શિબિરનું આયોજન

SHARE:

ભરૂચ,

વિલાયત જીઆઈડીસી ખાતે આવેલ કલરટેક્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લિ ખાતે નાયબ નિયામક ઔદ્યોગિક સ્વાસ્થ્ય અને સલામતી વિભાગ ભરૂચ કચેરી દ્વારા વિલાયત,દહેજ,પાલેજ,જંબુસર અને સાયખા જીઆઈડીસીના ઔદ્યોગિક એકમો માટે એક ઔદ્યોગિક સ્વાસ્થ્ય અને સલામતી જાગૃતિ માટે સેફટી ઓફિસરની તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તાલીમ શિબિરમાં મોટી સંખ્યામાં ઉદ્યોગોના સલામતી વિભાગના કર્મચારીઓ તથા બીજા પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

ઔદ્યોગિક સ્વાસ્થ્ય અને સલામતી વિભાગ ભરૂચના નાયબ નિયામક ડી બી ગામીત,મદદનીશ નિયામક  વિમલ હળવડીયા,ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય અધિકારી આશુતોષ મેરૈયા દ્વારા ઉપસ્થિત ઉદ્યોગોના પ્રતિનિધિઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.તાલીમ શિબિરનો મુખ્ય હેતુ ઉદ્યોગોમાં કોઈ પણ પ્રકારનો અકસ્માત કે ઈજાના થાય અને ઔદ્યોગિક અકસ્માત થતા અટકાવવા કઈ કઈ સાવધાની રાખવી જોઈએ તે બાબતે માહિતગાર કરવાનો હતો વધુમાં ઉદ્યોગોમાં શિયાળાની ઋતુમાં સ્ટેટિક ચાર્જથી થતા આગ- અકસ્માતના બનાવો રોકવા માટે લેવાના જરૂરી પગલાંઓ તેમજ રાખવાની થતી સાવધાનીઓ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ભૂતપૂર્વ નાયબ નિયામક ડી કે દવે દ્વારા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય ને લગતા વિવિધ વિષયો ઉપર ઊંડાણ પૂર્વક સમજ આપવામાં આવી હતી ખાસ કરીને સુપરફોર્મ સંસ્થાના સલામતી અધિકારી દ્વારા ફોસજીન સેફટી તેમજ વિવિધ સોલ્વન્ટ પ્રકારના રસાયણના હેન્ડલિંગમાં રાખવાની સાવચેતી ની સમજ અપાઈ હતી.કારખાનામાં સેફટી ઓફિસરની શું ભૂમિકા, ગુજરાત ફેક્ટરી રૂલ્સ મુજબ રાખવામાં આવી છે તેની પણ માહિતી આપવામાં આવી હતી.

નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય ડી બી ગામીત દ્વારા છેલ્લા વર્ષ દરમ્યાન થયેલા અકસ્માત અને જાનહાનીનું વિગતવાર પૃથ્થકરણ દર્શાવવામાં આવ્યું હતું.

સાયખા તેમજ વિલાયતના ઉદ્યોગકારો દ્વારા આ તમામ બાબતો ખુબ જ ગંભીરતા પૂર્વક લેવામાં આવી હતી અને જરૂરી તમામ પગલાં લેવા ની ખાતરી આપવા માં આવી હતી.ઉદ્યોગોના પ્રતિનિધિઓએ બાહેંધરી આપી હતી કે તેમના દ્વારા ઉદ્યોગ ચલાવવા માં ઔદ્યોગિક સ્વાસ્થ્ય અને સલામતી તથા પર્યાવરણીય સુરક્ષા માટે ખુબ જ ઊંચા માપદંડ અપનાવવામાં આવશે અને ખુબ જ સારી કાળજી લેવામાં આવશે.

આ પ્રસંગે વિલાયત એસોસીએસનના માનદ મંત્રી ડૉ.મહેશ વશી,ગ્રાસીમના હેડ અને એસોસીએસનના ઉપપ્રમુખ રામ કુમાર,જ્યુબિલન્ટના હેડ ગુરીશ ખોસલા,સાયખા એસોસીએસનના પ્રતિક દેવાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

વિલાયત કલરટેક્સ કંપનીના કર્મચારીઓ દ્વારા આ આયોજનને સફળ બનાવવા ઉત્કૃષ્ઠ મહેનત કરવામાં આવી હતી અને વિલાયત તેમજ સાયખા એસોસીએસન દ્વારા તેમનો આભાર માનવામાં આવ્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!