best news portal development company in india

અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા આયોજીત ૧૫ માં મેગા ઈન્ડસ્ટ્રીયલ એક્સપો ૨૦૨૫ નું રાજ્યના નાણા અને ઉર્જા મંત્રી કનુ દેસાઈના હસ્તે ઉદ્દઘાટન

SHARE:

ભરૂચ,

અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા આયોજીત ઈન્ડસ્ટ્રીયલ એક્સપો ૨૦૨૫ નું રાજ્યના નાણા અને ઉર્જા પ્રધાન કનુ દેસાઈના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.

૧૫ માં મેગા ઈન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન અને એક્સપોમાં વિવિધ ઔદ્યોગિક એકમો દ્વારા ૨૬૦ જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.ત્રણ દિવસ ચાલનાર એસકપોની રાજ્યભરના લોકો મુલાકાત લેશે.એક્સપોની સાથે સાથ આજરોજ એ.આઈ.એ આણદપુરા ટ્રોફી- એવોર્ડ સેરેમનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડીયા, એક્સપોના ચેરમેન ડો.વલ્લભ ચાંગાણી, સેક્રેટરી હરેશ પટેલ, ઉદ્યોગ અગ્રણી એન.કે.નાવડિયા,લઘુ ઉદ્યોગ ભારતીના બળદેવ પ્રજાપતિ સહિતના આમંત્રિતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે નાણાપ્રધાન કનુ દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્યના ઔદ્યોગિક વિકાસને વેગ મળે તે હેતુસર હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વાઈબ્રન્ટ સમિટનું આયોજન આયોજન કર્યું હતું ત્યારે આ પ્રકારના એક્સપો પણ ઔદ્યોગિક વિકાસમાં મહત્વનો ફાળો આપે છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!