ઝઘડિયાના પાણેથા ગામે જાહેર રસ્તા પરથી પસાર થતી રેતીની ટ્રકો બંધ કરાવવા બેરીકેડ મુકવામાં આવ્યા

SHARE:

– નર્મદા નદીમાં વડોદરા જિલ્લાના વિસ્તારમાં આવેલ રેતીની લીઝના વાહનો ગેરકાયદેસર રીતે પંચાયતના રસ્તાનો ઉપયોગ કરતા હોવાના આક્ષેપ સાથે પંચાયત દ્વારા પગલું ભરાયું

– પાણેથા ગ્રામ પંચાયત દ્વારા ભારે વાહનોને પ્રતિબંધ દર્શાવતા બોર્ડ જાહેર રસ્તા પર મુકવા કામગીરી હાથ ધરાઈ

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી વહેતી નર્મદા નદીના વિશાળ પટમાંથી લાંબા સમયથી મોટાપાયે રેતી ઉલેચવાની પ્રવૃત્તિ બેરોકટોક ચાલે છે. અવારનવાર રેત ખનન બાબતે વિવાદો ઉભા થતા હોય છે. તાલુકાના વિસ્તારમાંથી વહેતી નર્મદા નદીનો વચમાં કેટલોક વિસ્તાર વડોદરા જિલ્લાની હદમાં આવે છે. તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના પાણેથા ગામે ગ્રામ પંચાયતની હદના જાહેર રસ્તા પરથી પસાર થતી રેતી વાહક ટ્રકો બાબતે વિવાદ ઉભો થયો છે. પાણેથા ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજુઆત કરવામાં આવેલ,જેમાં જણાવાયેલ કે પાણેથા ગામે ગ્રામ પંચાયતનો સાર્વજનિક સ્થાનિક રસ્તો આવેલો છે,આ રસ્તો સ્થાનિક ખેડૂતો અને સ્થાનિક લોકોના ઉપયોગ માટેનો છે,પરંતું નર્મદામાંથી રેતી ભરીને આવતા રેતીવાહક વાહનો મોટાપ્રમાણમાં આ રસ્તેથી પસાર થાય છે. ગ્રામ પંચાયતના જણાવ્યા મુજબ આ સ્થળે પાણેથા ગામની કોઇ લીઝ આવેલી નથી,પરંતું વડોદરા જિલ્લાની હદમાં આવેલ રેતીની લીઝોમાંથી રેતી ભરીને આવતા ભારે વાહનો ગ્રામ પંચાયતના આ જાહેર રસ્તાનો ઉપયોગ કરે છે.વધુમાં જણાવાયા મુજબ આ રસ્તો સ્થાનિક લોકો,ખેડૂતો,ખેતમજુરોના ઉપયોગ માટેનો તેમજ કબ્રસ્તાન અને સ્મશાન તરફ જવા માટેનો છે.પરંતું કેટલાક સમયથી બીજા જિલ્લાની રેતીની લીઝોવાળા તેમના રેતીવાહક ભારે વાહનો આ રસ્તેથી પસાર કરતા હોવાથી માર્ગને નુકશાન થાય છે,આસપાસના ખેતરોમાં ઉગાડેલ પાકને નુકશાન થાય છે તેમજ ભારે વાહનોના કારણે અકસ્માતોની દહેશત હોઇ સ્થાનિક લોકોની સુરક્ષા જોખમમાં મુકાય છે. પાણેથા ગ્રામ પંચાયત દ્વારા રેતીના વાહનો આ રસ્તા પરથી પસાર થતા અટકાવવા કરવામાં આવેલ રજુઆતના સંદર્ભે તંત્ર દ્વારા ગ્રામ પંચાયતને આ બાબતે જરૂરી કાર્યવાહી કરવા મંજુરી આપવામાં આવતા પાણેથા ગ્રામ પંચાયત દ્વારા આ સ્થાનિક જાહેર રસ્તા પર ભારે વાહનો માટે પ્રવેશ અટકાવવાની સુચના આપતા બોર્ડ સાથે બેરિકેડ (આડશ) મુકવામાં આવ્યા હતા અને આમ કરતા કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગ્રામ પંચાયત દ્વારા ઉમલ્લા પોલીસ પાસે બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!