જંબુસરમાં ચાલુ મોટર સાયકલમાં આગ લાગતા સ્થાનિકો દોડી આવી આગને બુઝાવી

SHARE:

– શોર્ટ સર્કિટ કે ટેકનિકલ ખામીના કારણે આગ લાગી હોવાની શક્યતા : સદ્દનસીબે કોઈ જાનહાનિ નહી

ભરૂચ,

જંબુસરના ડેપો સર્કલ નજીક મોટર સાયકલમાં અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના લોકો દોડી આવી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.જોકે સદ્દનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી.

ભરૂચ જીલ્લાના જંબુસર શહેરના વ્યસ્ત ડેપો સર્કલ વિસ્તારમાં એક ચાલતી મોટર સાયકલમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. મોટર સાયકલ માંથી અચાનક ધુમાડો નીકળતા જ થોડી જ ક્ષણોમાં આગ ભભૂકી ઊઠી હતી.જેના કારણે માર્ગ પર અફરાતફરીનું વાતાવરણ સર્જાયુ હતું.આગ લાગતાં વાહનચાલકે તાત્કાલિક બાઈક રસ્તાની બાજુએ ઊભું રાખી પોતાની જાન બચાવી હતી. ઘટનાને નજરે જોયા બાદ આસપાસના સ્થાનિક દુકાનદારો તેમજ વાહનચાલકો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સમયસર આગ બુઝાવાતા મોટી દુર્ઘટના બનતા અટકી હતી અને કોઈ જાનહાની થવા પામી ન હોતી.જોકે આગની ઘટનામાં મોટરસાઇકલને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક અંદાજ મુજબ શોર્ટ સર્કિટ કે ટેકનિકલ ખામીના કારણે આગ લાગી હોવાની શક્યતા છે.બનાવની જાણ થતા સ્થાનિક તંત્ર ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!