આંતર તાલુકા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪નું ભવ્ય સમાપન

SHARE:

– શિક્ષણ શાખાની ટીમે ફાઈનલમાં ઝઘડિયા તાલુકા પંચાયતને હરાવી વિજય મેળવ્યો

(જયશીલ પટેલ,ઝઘડીયા)

સ્પોર્ટ્સ સીટી પ્લેગ્રાઉન્ડ, બોરી ખાતે આંતર તાલુકા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ની સેમી ફાઈનલ તથા ફાઈનલ મેચોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.જે ટુર્નામેન્ટમાં નવતાલુકા પંચાયત,એક પદાધિકારીઓની ટીમ તથા વિવિધ શાખાઓની ટીમો સહિત કુલ સોળ ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

ટુર્નામેન્ટની ફાઈનલ મેચ શિક્ષણ શાખા અને તાલુકા પંચાયત ઝઘડિયા વચ્ચે રમાઈ હતી.જેમાં શિક્ષણ શાખાની ટીમે શાનદાર પ્રદર્શન કરી ભવ્ય વિજય મેળવી ટ્રોફી પોતાના નામે કરી હતી.ફાઈનલ મેચમાં ઉત્તમ રમત બદલ હેમંત વસાવાને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા.જ્યારે સમગ્ર ટુર્નામેન્ટ દરમ્યાન સુંદર પ્રદર્શન બદલ હાંસોટ ટીમના મયુર ચૌધરીને મેન ઓફ ધી સીરીઝ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

વિનર ટીમને ટ્રોફી જિલ્લા આંકડા અધિકારીના હસ્તે તથા રનર્સ અપ ટીમને ટ્રોફી સ્પોર્ટ્સ સીટી પ્લેગ્રાઉન્ડના માલિકના હસ્તે ટીમના કેપ્ટનને આપવામાં આવી હતી.આ સાથે તમામ ખેલાડીઓને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!