ભરૂચ જિલ્લામાં યોજાયેલી લોક અદાલતમાં કુલ ૨૦,૬૫૯ કેસોનો નિકાલ કરાયો

SHARE:

ભરૂચ,

ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ વર્ષ-૨૦૨૫ ની આખરી રાષ્ટ્રીય લોક અદાલત તાજેતરમાં ભરૂચ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ અને તાબાની તાલુકા કાનુની સેવા સત્તા સમિતી,ભરૂચ,અંકલેશ્વર, ઝગડીયા, નેત્રંગ, વાલીયા, વાગરા, આમોદ, જંબુસર અને હાંસોટ ખાતે લોક અદાલત યોજાઈ હતી.ભરૂચ જિલ્લા ન્યાયલય ખાતે તમામ ન્યાયધિશો, ભરૂચ બાર એસોસિએશનના વકિલો, પેરા લિગલ વોલેન્ટીયર્સ અને પેનલ એડવોકેટ્સ તેમજ પક્ષકારોની હાજરીમાં ભરૂચના મુખ્ય જિલ્લા ન્યાયધિશ આર.કે.દેસાઈના હસ્તે દિપ પ્રજજ્વલીત કરીને રાષ્ટ્રીય લોક અદાલત ખુલ્લી મુકાઈ હતી.

લોક અદાલત એટલે લોકો માટેની અદાલત જેમાં પક્ષકારો વચ્ચે સમાધાનથી ઝડપી નિકાલ થાય છે. લોક અદાલતમાં પ્રિ-લીટીગેશનના કેસો એટલે કે કોર્ટમાં કેસ દાખલ કરતાં પહેલા સમાધાન માટે મુકાતા કેસો તેમજ પેંડીંગ કેસો જેમાં – મોટર અકસ્માતના કેસો, નેગોશીયેબલ ઈન્સ્ટુમેન્ટ્સની કલમ ૧૩૮ ના કેસો, ફેમીલી મેટર્સ, ભરણપોષણના કેસો, સમાધાન લાયક ક્રિમીનલ કેસો, લેણાના દાવા, પાર્ટીશન સ્યુટ, મજુર તકરારના દાવા વિગેરે કેસો મુકવામાં આવે છે.

ભરૂચ જિલ્લામાં યોજાયેલી લોક અદાલતમાં જુદા જુદા પ્રકારના ૧૦,૦૦૦ થી વધુ કેસો, પ્રિલિટીગેશનના ૫,૦૦૦થી વધુ કેસો તેમજ ટ્રાફીક ચલણના ૧૫,૦૦૦ થી વધુ કેસો મુકવામાં આવ્યા હતા.આ લોક અદાલતમાં કુલ ૨૦,૬૫૯ કેસોનો નિકાલ થયો હતો.કુલ રૂપીયા ૩૭,૭૮,૦૫,૯૧૩નું સમધાન થયું હતું.પક્ષકારો વચ્ચે આ કેસોમાં તકરારનું કાયમી નિકાલ આવ્યું છે.

આ લોક અદાલતને સફળ બનાવવા ન્યાધિશો, કર્મચારીઓ, વકીલો, પેરા લિગલ વોલેન્ટીયર્સ તેમજ પક્ષકરોએ સહયોગ આપ્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!