(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ચોપડવાવ (સાગબારા) ખાતેથી શેરડીની આડમાં ઈગ્લીશ દારૂની હેરાફેરી કરતા બે ઈસમોને ૮ લાખના દારૂ સાથે કુલ રૂ.૧૩,૩૨,૬૨૦ ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને એલ.સી.બી નર્મદા ટીમે ઝડપી પાડતા બુટલેગરની ૩૧મી ડિસેમ્બર પોલીસે બગાડી હતી.
વિશાખા ડબરાલ, પોલીસ અધિક્ષક નર્મદાએ જીલ્લામાં અસામાજીક પ્રવૃતિ કરતા ઈસમો ઉપર વોચ રાખી તથા જીલ્લામાંથી દારૂના દુષણને ડામવા તથા નેસ્ત નાબુદ કરવાનીકામગીરી કરવા અસરકારક સુચનાનાં પગલે પોલીસ ઈન્સપેક્ટર આર.જી ચૌધરી એલ.સી.બી,નર્મદાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમના માણસો ડેડીયાપાડા તથા સાગબારા આતર રાજ્ય બોર્ડર વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે મહારાષ્ટ્ર તરફથી એક પીકઅપ ગાડી નં. GJ-16-AV-7855 માં શેરડીની આડમા સ્પેશયલ ચોર ખાનામાં ભારતીય બનાવટનો અલગ અલગ બનાવટનો વિદેશી દારૂની હેરાફેરી કરે છે એવી બાતમીને આધારે રેડ કરતાં કિ.રૂ.૮,૧૭,૬૨૦ નો અલગઅલગ બ્રાન્ડ દારૂનો મોટો જથ્થો તથા મહીન્દ્રા કંપનીની પીકઅપ ગાડી નં. GJ-16-AV-7855 ની કિ.રૂ.૫,૦૦,૦૦૦ તથા 3મોબાઈલ મળી કુલ કિંમત રૂપિયા ૧૩,૩૨,૬૨૦ નો મુદ્દામાલ ઝડપી પાડેલ છે.(૧) સતિષ ઉર્ફે સત્યો ગાંડો ચંદુભાઈ વસાવા રહે.નવાગામ, કરારવેલ તા.અંકલેશ્વર જી.ભરૂચ (રાજપારડી પોલીસ મથકનાના ગુનામાં વોન્ટેડ) (૨) ગણેશસિંગ જગદીશસિંગ રાજપુત રહે.ટોપાસ, પોસ્ટ-રામગઢ, દોલતપુરા કેસરપુરા જી.અજમેર હાલ રહે.નવાગામ, કરારવેલ તા.અંકલેશ્વર જી.ભરૂચને ઝડપી પાડેલ છે.જ્યારે અન્ય બે આરોપીઓ નાસી જતા વોન્ટેડ જાહેર કર્યા છે.




