– જીલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાની ઉપસ્થિતિમાં માર્ગ સલામતી સપ્તાહની પણ ઉજવણી
ભરૂચ,
ઉત્તરાયણનો તહેવારને સૌ સાથે મળી સુરક્ષિત અને સાવચેત રહી ઉજવણી થાય તેવા આશ્રય થી સામાજિક કાર્યકર દ્વારા ટુ વ્હીલર ચાલકોને સેફ્ટી ગાર્ડ નિઃશુલ્ક લગાડવામાં આવ્યા હતા.
ઉત્તરાયણ નો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે પતંગ રસિકોમાં ઉત્સાહ જોવા મી રહ્યો છે.ત્યારે આ તહેવાર ઉત્સાહ અને ઉલ્લાસથી ઉજવાય તે માટે ભરૂચના સામાજિક કાર્યકર યોગી પટેલ તેમજ ભરૂચ પોલીસ દ્વારા માર્ગ સલામતી સપ્તાહ ને લઈ આસપાસના ટુ-વ્હીલર ચાલકોને પતંગના દોરાથી ગળું કપાવવાની ઘટનાઓ ન બને અને ચાલકો ગંભીર રીતે ઘાયલ ન થાય અને મૃત્યુના બનાવો અટકે તે આશ્રયથી ભરૂચના કસક વિસ્તારમાં જીલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાની ઉપસ્થિતિમાં ટુ વ્હીલર ચાલકોને સેફ્ટી ગાર્ડનું વિતરણ કરવા સાથે વ્હાણ ચાલકોમાં ટ્રાફિકને લઈને અવરનેસ વધે તે માટે પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતુ.
ઉત્તરાયણના પર્વ દરમ્યાન આપણે અને આપણા પરિવારના રક્ષણ હેતુ ટુ વ્હિલર ચાલકોમાં જાગૃતિ થાય એને પતંગના દોરાથી રક્ષણ મળી રહે તેમજ માર્ગ અકસ્માત માં ઘટાડો થાય તેવી આશા વ્યક્ત કરાઈ હતી.
આ પ્રસંગે સામાજિક કાર્યકર યોગી પટેલ,જીલ્લા પોલીસવડા અક્ષયરાજ,જીલ્લા ટ્રાફિક પોલીસ પીઆઈ પ્રકૃતિ ઝણકાટ,સી ડિવિઝન પીઆઈ વનરાજસિંહ ડોડીયા સહિત મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ અને સ્થાનિક યુવાનો જોડાયા હતા.







