ભરૂચમાં ક્લસ્ટર મેગા જોબ ફેર યોજાતા ૭૦૦ થી વધુ રોજગાર વાંચ્છુકોએ લાભ લીધો

SHARE:

– ભરતી મેળામાં ૪૪ જેટલી કંપનીઓમાં ૨૩૮૧ જેટલી જગ્યાઓ માટે ઈન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરાઈ

ભરૂચ,

ભરૂચ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ભરૂચ તથા નર્મદા જિલ્લાના સંયુક્ત ઉપક્રમે ક્લસ્ટર મેગા જોબ ફેર ધારાસભ્યોની ઉપસ્થિતિમાં યોજાતા મોટી સંખ્યામાં રોજગાર વાંચ્છુકો જોડાયા હતા.

ભરૂચ તથા નર્મદા જિલ્લાનાં યુવાનોને મનપસંદ રોજગારીની તકો મળે તેમજ નોકરીદાતાઓને કુશળ માનવબળ મળી રહે તે હેતુથી ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર તથા રોજગાર વિભાગ દ્વારા “ક્લસ્ટર મેગા જોબફેર” નું આયોજન કરવામાં આવતા આ ભરતીમેળામાં અંદાજીત ૪૪ જેટલા નોકરીદાતાઓ દ્વારા વિવિધ જગ્યાઓ જેવી કે એક્સિકયુટિવ, આસિસ્ટન્ટ, ઓફિસ વર્ક, એપ્રેન્ટીસ, ક્યુસી ઓફિસર માટે SSC, HSC, ITI, ડિપ્લોમા ઈજનેર, સ્નાતક, અનુસ્નાતક તથા ઈજનેર ડિગ્રી ધારકો માટે અંદાજિત ૨૩૮૧ જેટલી જગ્યાઓ માટે ઈન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.આ ભરતીમેળામાં ભરૂચ જિલ્લાની વિવિધ ૪૪ કંપનીઓ ઉપસ્થિત રહી પોતાની કંપનીની જરૂરીયાત મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોને ખાલી પડેલ જગ્યા મુજબની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.ચાલુ વર્ષે ભરૂચ જિલ્લામાં ૩૦ ઔદ્યોગિક ભરતીમેળા યોજવામાં આવ્યા હતા જેમાં ૧૧૪ નોકરીદાતાઓ ઉપસ્થિત રહી ૨૦૭૧ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.

આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા,ભાજપ જીલ્લા પ્રમુખ પ્રકાશ મોદી,ભરૂચ પાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ, ઈન્ચાર્જ એડિશનલ કલેક્ટર પાર્થ જયસ્વાલ,પ્રાંત અધિકારી મનીષા માનાણી,જે પી કોલેજના પ્રિન્સિપાલ નીતિન પટેલ,રોજગાર કચેરીના અધિકારી સંજય ગોહિલ સહિતના અધિકારીઓ પદાધિકારીઓ સહિત જીલ્લાભરની કંપનીઓના અધિકારીઓ અને રોજગાર વાંચ્છુકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!