રાજપીપલા ખાતે જાણીતા કવિ દીપક જગતાપ રચિત કાવ્ય સંગ્રહ “ઝાકળ ભીનાં ફૂલ”નું પુસ્તક વિમોચન અને કવિ સંમેલન યોજાયું

SHARE:

– ધોરણ ૮ ના ગુજરાતી પાઠ્ય પુસ્તકમાંના કવિતા “વાવી ઉજગરો ” ગીત ના રચયીતા કવિ મંગળ રાવળે વિદ્યાર્થીઓને કવિતા ભણાવી

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

રાજપીપલા કન્યા વિનય મંદિર સ્કૂલ રાજપીપલા ખાતે જાણીતા કવિ દીપક જગતાપ રચિત  કાવ્ય સંગ્રહ “ઝાકળ ભીનાં ફૂલ”નું  પુસ્તક વિમોચનઅને કવિ  સંમેલન યોજાયું હતું.કવિ સંમેલનમાં જાણીતા કવિઓ કવિ મંગળ રાવળ, રમેશ પટેલ,નૈષધ મકવાણા, જગદીશ પટેલ, કિશોર ટંડેલ, મહેશ ધીમર,દીપક જગતાપ,ઘનશ્યામ કુબાવતે ભાગ લીધો હતો.સમગ્ર કવિ સંમેલનનુ સફળ  અને સુંદર સંચાલન કવિ નૈષધ મકવાણા એ કર્યું હતું.

આ કાર્યક્રમનું આકર્ષણનું કેન્દ્ર એ હતું કે  ધોરણ ૮ ના ગુજરાતી પાઠ્ય પુસ્તકમાં જેમની કવિતા “વાવી ઉજગરો ” ગીત વિદ્યાર્થીઓને ભણવાનું આવેછે. તે કાવ્ય ગીત સ્વયં કવિ મંગળ રાવળે ગાન સાથે પઠન કરી કાવ્યાર્થ સમજાવ્યો હતો.વિદ્યાર્થીઓએ કવિને રૂબરૂ મળ્યાનો અનુભવ કર્યો હતો.આ પ્રસંગે ધોરણ ૮ ની વિદ્યાર્થી નીઓ એ કવિઓ ને રૂબરૂ મળ્યાનો  અને કવિતા ભણ્યાનો આનંદ વ્યક્ત કર્ય હતો.જાણીતા કવિ લેખક સાહિત્યકાર  દીપક જગતાપના કાવ્યસંગ્રહ “ઝાકળ ભીના ફૂલ” નો પુસ્તક પરિચય કવિ રમેશ પટેલે સુપેરે પરિચય કરાવી કવિ પ્રતિભાની પ્રશંષા કરી દીપક જગતાપ ને અભિનંદન પાઠવ્યા હતા.જયારે કવિ નૈષધ પરમારે દીપક જગતાપનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.જયારે મંગળ રાવળ, રમેશ પટેલ, મહેશ ધીમરે એમના પુસ્તકો દીપક જગતાપને અર્પણ કર્યા હતાં.શાળા ના આચાર્યા અમિષા બેન પવારે પ્રાસંગિક પ્રવચન કરી મહેમાનોનું પુષ્પ ગુચ્છથી સ્વાગત કર્યું હતું.કવિ દીપક જગતાપે કાવ્ય સંગ્રહ “ઝાકળ ભીના ફૂલ”પુસ્તક ના પ્રતિભાવો આપી જન કલ્યાણ સેવા ટ્રસ્ટ અને નર્મદા સાહિત્ય સંગમ ની પ્રવૃત્તિ નો ખ્યાલ આપ્યો હતો.

જન કલ્યાણ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ જ્યોતિ જગતાપે નર્મદામાં ચાલતી સાહિત્યની પ્રવૃત્તિનો વ્યાપ વધારવા સંસ્થા દ્વારા કરાયેલા સાહિત્યની પ્રવૃત્તિનો ખ્યાલ આપી કવિ મિત્રોને આવકાર્યા હતા.આ પ્રસંગે નર્મદા સાહિત્ય સંગમના સદસ્યો, સાહિત્ય પ્રેમીઓ, શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!