આછોદ ગામે પાર્ક કરેલી ગાડી માંથી કાચ તોડી અજાણ્યાં ચોરોએ માત્ર ૨૫ મિનિટમાં ૨.૯૧ લાખની ચોરી કરતા ચકચાર

SHARE:

ભરૂચ,

આમોદ તાલુકાના આછોદ ગામે ધોળા દિવસે ચોર ટોળકીએ વેપારીની પાર્ક કરેલી ગાડી માંથી કાચ તોડી રૂપિયા ૨,૯૧,૮૫૦ ની ચોર કરી પલાયન થઈ ગયા હતા.આછોદ ગામના વેપારીએ આમોદ પોલીસને જાણ કરતા પોલીસે આસપાસના સીસીટીવી ચેક કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

ભરૂચ જીલ્લાના આમોદ તાલુકાના આછોદ ગામના વેપારી મહંમદ ઈસ્માઈલ પટેલના ભાઈ ઈરફાને આમોદની બેંક ઓફ ઈન્ડિયા માંથી રૂપિયા ૨,૯૧,૮૫૦ ઉપાડી આછોદ ગામે પોતાના ગામે એક સામાજીક કાર્યક્રમમાં ગાડી પાર્કિંગમાં મૂકીને જમવા માટે ગયા હતા.જેની માત્ર ૨૫ જ મિનિટમાં અજાણ્યા ચોરોએ ગાડીનો કાચ તોડી ગાડીમાં મૂકેલી રૂપિયાની થેલી લઈને ફરાર થઈ ગયા હતા.જે બાબતે મહંમદ ઈસ્માઈલ પટેલે આમોદ પોલીસને જાણ કરતા પોલીસે આસપાસના સીસીટીવી ચેક કરતા કોઈ બાઈક ચાલક તેમની રેકી કરતો હોવાનું જાણવા મળ્યું હતું.ત્યારે અજાણ્યો ચોરો જાણે બેંક પાસેથી જ વેપારીની પાછળ લાગ્યા હોય તેમ લાગી રહ્યું છે.જેથી બેંક પાસેથી રેકી કર્યા બાદ લાખો રૂપિયાની ચોરીની ઘટનાથી લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો.ત્યારે પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવે તેવી માંગ ઉઠવા પામી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!