– સિનિયર પ્રિન્સિપલ સિવિલ જજ તથા એડિ.ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એકતાબેન ક્ષત્રિયના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું
(જયશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે ૭૭ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી ઝઘડિયાના સિનિયર પ્રિન્સિપલ સિવિલ જજ તથા એડિ.ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એકતાબેન ક્ષત્રિયના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું,ધ્વજવંદનના આ કાર્યક્રમમાં ઝઘડિયા એડિ. કોર્ટના મેજિસ્ટ્રેટ જે.એસ રાઠોડ તથા ઝઘડિયા વકીલ મંડળના પ્રમુખ દક્ષેશભાઈ રાંદેરિયા,એડવોકેટ અનિલભાઈ પંડ્યા,દિલીપસિંહ નકુમ તથા ઉપપ્રમુખ સ્મિતભાઈ વસાવા,સેક્રેટરી અમિતભાઈ ચૌહાણ, જોઈન્ટ સેક્રેટરી અનિતાબેન રાવલ તથા વકીલ મંડળના જુનિયર એડવોકેટો તથા કોર્ટનો સ્ટાફ તથા ઝઘડિયા પોલીસ સ્ટાફ, જી.આર.ડી જવાનો, શાળાના બાળકો વિગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવેલ હતો.કાર્યક્રમ બાદ ઝઘડિયાના સિનિયર પ્રિન્સિપાલ એકતાબેન ક્ષત્રિય દ્વારા દરેકને શુભેચ્છા પાઠવી તેમના હસ્તે બાળકોને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું.તેમજ ઝઘડિયા વકીલ મંડળ તરફથી બાળકોને નાસ્તાનું વિતરણ કરી કાર્યક્રમની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી.




