(જયશીલ પટેલ, ઝઘડિયા)
ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા તાલુકાના કદવાલી ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.
આગામી તહેવારોને લઈને જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃત્તિ સદંતર બંધ રહે તે માટે અસરકારક કામગીરી કરવા ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લાના પોલીસ વિભાગને સુચના આપવામાં આવેલ,તેના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઈમની ટીમને ઝઘડિયા તાલુકાના રાજપારડી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળેલ કે કદવાલી ગામના સમશાન પાસે ઝાડીમાં કદવાલી ગામના વિશાલભાઈ ચીમનભાઈ વસાવા તથા નેત્રંગના ફોકડી ગામના મેહુલભાઈ હસમુખભાઈ વસાવા ફોર વ્હિલ ગાડીમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી લાવીને ખાલી કરે છે.એલસીબીની ટીમે મળેલ બાતમી મુજબના સ્થળે જઈને રેઈડ કરતા સ્થળ ઉપરથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.એલસીબીએ ભારતીય બનાવટના વિદેશી દારૂની નાનીમોટી ટીન બોટલ કુલ નંગ ૭૨૦ કિંમત રૂપિયા ૨,૫૧,૬૪૦ ની કબ્જે લીધી હતી અને આ ગુના હેઠળ વિશાલભાઈ ચીમનભાઈ વસાવા રહે.કદવાલી તા.ઝઘડિયા તથા મેહુલભાઈ હસમુખભાઈ વસાવા રહે.ફોકડી તા.નેત્રંગનાને વોન્ટેડ જાહેર કરી તેમના વિરૂધ્ધ રાજપારડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.




