જંબુસરના જોગનાથ મહાદેવ ફળિયાના એક રહેણાંક મકાનમાં અચાનક આગ

SHARE:

(સંજય પટેલ,જંબુસર)

જંબુસર શહેરના જોગનાથ મહાદેવ ફળિયામાં આવેલ એક રહેણાંક મકાનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી.મંજુબેન ઈશ્વરભાઈ તપોધન ભટ્ટ રહે.જોગનાથ મહાદેવ ફળિયા તેઓ આજે જ વહેલી સવારે સામાજિક કામે બહારગામ ગયા હોય,બપોરના સમયે અચાનક ઘર માંથી ધુમાડા નીકળતા હોય આજુબાજુના રહીશો દ્વારા તપાસ કરાતા મંજુબેન ના ઘરે આગ લાગી હોવાની જાણ થઈ હતી.ઘરમાં આગ લાગતા આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. અને આગ ઉપર કાબૂમાં લેવા પ્રયત્ન કર્યો હતો.સદર ઘટનાની જાણ જંબુસર નગરપાલિકાના ફાયર ફાઇટરને કરવામાં આવી હતી.જંબુસર નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથધરી હતી.પ્રાથમિક માહિતી મુજબ સદ્દનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આગ લાગતા ઘરની તમામ ઘરવખરી બળીને ભસ્મીભૂત થઇ હતી.આગનું કારણ જાણી શકાયું નથી.સ્થાનિકોની મદદથી મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!