ઝઘડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વાઈકલ કેન્સર રોકવા માટેની રસીનો કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો

SHARE:

(જયશીલ પટેલ, ઝઘડિયા)

વર્તમાન સમયમાં દેશ અને દુનિયામાં કેન્સરના દર્દીઓ કુદકેને ભૂસકે વધી રહ્યા છે ત્યારે તેવા સમયમાં કેન્સર સામે રક્ષણ આપતી દવાઓ,રસી લેવી અનિવાર્ય બની છે અને નાગરિકોમાં તેની જાગૃતિ પણ અનિવાર્ય બની છે, આજરોજ ઝઘડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકા કક્ષાનો સર્વાઈકલ કેન્સલ રોકવા માટેની રસીનો કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા તા.૧.૧ ૧૧ થી તા.૨૮.૨.૧૨ સુધી જન્મેલા દીકરીઓને આ રસી મૂકવામાં આવશે જેનો આજરોજથી ઝુંબેશના ભાગરૂપે અભિયાન ચલાવવાનું શરૂ કરવામાં આવ્યુ છે.આ કાર્યક્રમ પૂર્વ આરોગ્ય સુપરવાઈઝર જીતેન્દ્રસિંહ બોડાણા તેમજ ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.આ પ્રસંગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝઘડિયાના આરોગ્ય સ્ટાફ, આશા વર્કર બહેનો તેમજ મેડિકલ ઓફિસર ર્ડા.કૃતિ, ર્ડા.કોમલ હાજર રહ્યા હતા અને ઉપસ્થિત સૌને સર્વાઈકલ કેન્સર રસી બાબતને માહિતી પૂરી પાડવામાં આવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!