જંબુસરના વેડચમાં ૨૬ વર્ષીય નરાધમે સગીરા પર દુષ્કર્મ ગુજારતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચ્યો

SHARE:

ભરૂચ,

જંબુસર તાલુકાના વેડચ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે.જેમાં એક શખ્સે સગીર વયની દીકરીને પોતાની હવસનો શિકાર બનાવતા પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

આ ચકચારી ઘટનાની વિગતો મુજબ ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકામાં એક ૨૬ વર્ષીય નરાધમે સગીરાની લાચારીનો લાભ ઉઠાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ઘટનાની જાણ થતાં જ પંથકમાં ભારે રોષ અને અરેરાટી વ્યાપી ગઈ છે.પીડિત પરિવાર દ્વારા આ અંગે વેડચ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ગણતરીના સમયમાંજ ૨૬ વર્ષીય આરોપી જગદીશ વધેલાની ધરપકડ કરી લીધી હતી.હાલ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે અને આ મામલે કાયદેસરની વધુ તપાસ હાથધરી છે.

પોલીસની વધુ તપાસમાં આરોપી સગીરાને લઈને રફફુ ચક્કર થઈ અન્ય જીલ્લામાં તેણીની સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું સામે આવતા આરોપી જગદીશ વાઘેલા અને સગીરાનું મેડિકલ ચેકઅપ હાથ ધરાયું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!