એપસ્ટિન ફાઈલમાં ભાજપ સરકારના મંત્રીનું નામ આવતા ભરૂચ મહિલા કોંગ્રેસનો વિરોધ

SHARE:

– ટી શર્ટ પર પીએમ મોદી કોમ્પ્રોમાઈશના સૂત્રોચ્ચાર સાથે પાંચબત્તી પર વિરોધ નોંધાવ્યો 

ભરૂચ,

કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીનું નામ કથિત રીતે ‘એપસ્ટીન ફાઈલ્સ’માં ઉછળતા રાજકીય ગરમાવો તેજ બન્યો છે.આ મુદ્દે ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કરતા ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા પાંચબત્તી ખાતે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચના પાંચબત્તી ખાતે જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા હાથમાં બેનરો અને ઝંડા સાથે સૂત્રોચ્ચાર કરતા હરદીપ સિંહ પુરીને તાત્કાલિક અસરથી મંત્રીપદ પરથી બરખાસ્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

​તાજેતરમાં ચર્ચામાં આવેલી ‘એપસ્ટીન ફાઇલ્સ’માં ભાજપ સરકારના કદાવર મંત્રી હરદીપ સિંહ પુરીનું નામ સામે આવતા કોંગ્રેસ આક્રમક મૂડમાં છે.મહિલા કોંગ્રેસનું કહેવું છે કે ગંભીર આરોપો ધરાવતી વ્યક્તિ સરકારમાં રહે તે નૈતિક રીતે યોગ્ય નથી તેથી વડાપ્રધાન મોદી તેમને પદભ્રષ્ટ કરી કાર્યવાહી કરે તેવી માંગ કરવા સાથે તેમ નહીં કરવામાં આવે તો તેઓએ આ કેસ માં સમાધાન કર્યું હોવાનું માનીશું તેવો આક્ષેપ પણ કર્યો હતો અને આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

વિરોધ પ્રદર્શનમાં પ્રદેશના આગેવાન ફરીદા પટેલ,જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ જ્યોતિ તડવી, શહેર મહિલા પ્રમુખ હુસૈના દિવાન,સહિત અન્ય હોદ્દેદારો અને મહિલા સભ્યો જોડાયા હતા.

 

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!