– વડોદરા,ભરૂચ અને નર્મદા જિલ્લાના કુલ ૨૦૦ રમતવીરો સાથે બાર ટીમોએ ભાગ લીધો
આમોદ,
પાટણવાડીયા ઠાકોર સમાજના યુવાનોને રમતગમત સાથે જોડાવાના હેતુથી વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લા રમત ગમત કમિટીના મેમ્બર જગદીશ ઠાકોર ધાવટ, જયેશ ઠાકોર તેલોદ દ્વારા વિશેષ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વડોદરા,ભરૂચ અને નર્મદા જિલ્લાના યુવાનોએ ઓક્શન બેઝ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
પાટણવાડીયા ઠાકોર સમાજની ઓક્શન બેઝ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ત્રણ જિલ્લામાંથી કુલ ૨૦૦ રમતવીરો સાથે બાર ટીમોએ ભાગ લીધો હતો. જેમાં આમોદની માહી ઇલેવન ફાઇનલમાં વિજેતા બની હતી.જ્યારે વેડચા ગામની મસાની ઇલેવન રનર્સ-અપ રહી હતી.ઠાકોર સમાજના યુવાનોએ બે દિવસ ચાલેલી ક્રિકેટનું ટુર્નામેન્ટનું યુ ટ્યૂબ લાઈવ તેમજ ભોજન વ્યવસ્થા કરી સમાજની એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.




