ઝઘડિયામાં પરિવારજનો વચ્ચે નાણાંની લેતી દેતી બાબતે થયેલા ઝઘડામાં છોડાવવા વચ્ચે પડેલા ઈસમને તમાચો મારી દીધો

SHARE:

(જયશીલ પટેલ, ઝઘડીયા)

ઝઘડિયા ના રોહિત ફળિયામાં રહેતા ભારતીબેન ધર્મેન્દ્ર કુમાર પરમાર તથા તેમના પતિ ધર્મેન્દ્રકુમાર નાઓ તેમના ફળિયામાં લગ્ન પ્રસંગ હોય ઝઘડિયા એપીએમસીમાં જમણવારમાં જમવા માટે ગયા હતા.ત્યારે ભારતીબેનના સંબંધે દિયર થતાં વિજયભાઈ ઈશ્વરભાઈ રોહિત નાઓ પણ હાજર હતા.જમણવાર બાદ વિજય રોહિતનાઓ ભારતીબેનના પતિ ધર્મેન્દ્રકુમારને ગાળો બોલી કહેવા લાગેલ કે તું તારાબેન ને મારા વિરુદ્ધ ચડાવે છે, એટલે તારાબેન મારા પૈસા મને પાછા આપતા નથી તેવું કહી ધર્મેન્દ્ર કુમારને ખરાબ ગાળો બોલીને મારવા માટે આવતો હતો, તે સમય દરમ્યાન ફળિયાના કિરણભાઈ પરમાર નાઓ વચ્ચે પડ્યા હતા જેથી વિજય રોહિતે કિરણભાઈ ને તમાચો મારી દીધો હતો, ઝઘડો વધુ વકળે નહીં તેથી ભારતીબેન તેમના પતિ ધર્મેન્દ્ર કુમારને લઈને ધરે પરત આવી ગયા હતા.ત્યાર બાદ રાતના આશરે ૧૦:૩૦ વાગ્યાના અરસામાં વિજય ઈશ્વર રોહિતનાઓ ભારતીબેનના ઘરે આવેલા અને માં બેન સવાણી ગાળો બોલતા હતા અને તેમના ઘરની જાળી ખખડાવીને કહેતો હતો કે ધર્મેન્દ્રને બહાર કાઢો એને મારી જ નાખવાનો છે,આજે બચી જશે તો ગમે ત્યારે ગમે તે જગ્યાએ મારી નાખીશ, તેવું કહેતો હતો, જેથી ભારતીબેને કહેલું કે સવારે તારાબેન‌ ને લઈને ઘરે આવજે આપણે બેસીને વાત કરીશું, તેમ કહેતા વિજયના પરિવારજનો આવી વિજયને તેના ઘરે લઈ ગયા હતા.ભારતીબેને વધુ તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના ફોઈ સાસુ ની દીકરી તારાબેનની જમીન વિજયભાઈ ઈશ્વરભાઈ પરમાર ખરીદવાના હતા અને તારાબેનને વિજયે અગાઉ બે લાખ રૂપિયા આપેલા તેનું લખાણ કરેલ હતું.જેમાં ભારતીબેનના પતિ ધર્મેન્દ્ર કુમાર એ સાક્ષી તરીકે સહી કરેલ હતી,ત્યાર બાદ વિજય અને તારાબેન વચ્ચે કોઈ પણ કારણસર જમીન વેચાણ ન થતા અને વિજયભાઈ ના આપેલા બે લાખ રૂપિયા તારાબેન પરત ન કરેલા હોય,જેથી વિજયભાઈ ને મનમાં એવું લાગે છે કે ભારતીબેનના પતિ ધર્મેન્દ્રકુમાર તારાબેન ને કોઈ રીતે ચડાવતા હશે,જેથી વિજયને તારાબેન પૈસા આપતા નથી, એવું તેના મનમાં છે,જેથી આ ઝઘડો કરેલ છે અને વિજય તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી છે તેમ તેમણે જણાવ્યું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!