સોશ્યલ મીડિયામાં નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખના નિવેદન સામે કાર્યકર્તાઓમાં રોષ

SHARE:

– સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની કરારી હાર બદલ જિલ્લા પ્રમુખની સામે આકરા પ્રહારો કર્યા હતા

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમા ભાજપાની કરારી હાર બદલ જાહેર મંચ ઉપરથી ભાજપી આગેવાનો અને કાર્યકર્તાઓની હાજરીમાં જિલ્લા પ્રમુખની ગેરહાજરીમાં જિલ્લા પ્રમુખ નીલ રાવનો ઉધડો લઈ હાર માટે કારણો સાથે જવાબદાર ઠેરવી ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.સંગઠન બાબતે અને ચૂંટણી જીતાડવા બાબતે

જિલ્લા પ્રમુખની બેદરકારી અને નિષ્ક્રિયતા સાબિત કરી જિલ્લા પ્રમુખ, મહામંત્રીઓ અને પ્રભારીમંત્રીને સાંસદે રીતસરના ધોઈ નાખ્યા હતાં અને હારના મનોમંથનની બેઠક બોલાવ્યા પછી જિલ્લા પ્રમુખનું સોસીયલ મીડિયામાં નર્મદા ભાજપ એક પરિવાર છે,એકતા જ સૌથી મોટી તાકાત છે જેવા શબ્દો સાથે ગોળ ગોળ શબ્દોમાં કરેલ નિવેદન સામે નર્મદા ભાજપાના કાર્યકર્તા ધુંવાપુવા થઈ ગયા હતાં અને સોશ્યલ મીડિયામાં જિલ્લા પ્રમુખને જડબા તોડ જવાબ આપી આકરી ટિક્કા ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે આવી ખોટી માફી માંગવાનો કોઈ અર્થ નથી.જિલ્લા સંગઠને કોઈ કામ કર્યું જ નથી.જો કર્યું હોત તો પરિણામ જુદું જ હોત.

સાંસદ મનસુખ વસાવાની વાત સત્ય જ છે.ટિકિટ ફાળવણીથી લઈ, Ac ચેમ્બરમા બેસી મોબાઈલ જ ટીચ્યા છે.પરિણામની જવાબદારી તો સ્વીકારી છે તો રાજીનામુ આપવું પણ જવાબદારી છે.તેને બદલે હવે સાથે મળી મહેનત કરવાની વાત કરો છો.આતો પાર્ટીના જૂના વફાદાર અને સનિષ્ઠ કાર્યકરોને ફરી ચૂનો ચોપડવાની વાત છે.એકવાર પાર્ટીએ લાયકાત ન હોવા છતાં જવાબદારી સોંપી.ભૂલ તમે કરો અને નુકશાન પાર્ટીને અને કાર્યકરોને.આવા ખોટા અને લુચ્ચાઈ ભર્યા શબ્દોથી છેતરાયા વિના હવે પાર્ટીના પાયના કાર્યકર,જેમણે પાર્ટી માટે જીવન ખપાવી દીધું હોય તેવા વ્યક્તિઓને નવું સંગઠન રચી નર્મદા જિલ્લાની સુકાન સોપાય તે પાર્ટીના હિતમાં છે.

જિલ્લા પ્રમુખ સામે કાર્યકર્તાઓમાં ભભુકેલો રોષ હવે બહાર આવી રહ્યો છે.ચૂંટણી દરમ્યાન ક્યાં કારણો સર હાર્યા છે તેની માહિતી કાર્યકર્તાઑ મેળવી રહ્યાં હોવાનું જાણવા મળેલ છે. વહેતી થયેલી ચર્ચા મુજબ ટિકિટ વહેંચણીમાં પાયાના અને સિનિયર કાર્યકરોની ઘોર અવગણના કરી તેમને કોઈ જવાબદારી ન સોંપી પોતાના મળતીયાઑને ટિકિટો વહેંચી તેની સામે પણ કાર્યકર્તાઓમાં ભારે રોષ હોવાની ચર્ચા પણ વહેતી થઈ છે.પ્રદેશકક્ષાએ કેટલીક અતિ ગંભીર બાબતોની પણ રજુઆત થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.નર્મદામાં આપ જિલ્લા અને તાલુકા પંચાયતમાં સત્તા પર આવ્યા પછી હજી વિવાદ ઊભો થાય તેવી શક્યતા છે આગામી દીવસો ભાજપા માટે કપરા ચઢાણ રહેશે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!