વિલાયત – સાયખા GIDC માટે GSRTCની નવી બસ સેવા શરૂ : કર્મચારીઓ અને ગ્રામજનોને મળશે રાહત

SHARE:

ભરૂચ,

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન અને ડીઝલ-પેટ્રોલની વૈશ્વિક સમસ્યાને ધ્યાનમાં રાખી વિલાયત-સાયખા GIDC દ્વારા GSRTCની સામાન્ય બસ સેવા શરૂ કરવા માટે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.ગુજરાત સરકારના સીધા માર્ગદર્શન હેઠળ આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવતા GSRTC દ્વારા વિલાયત-સાયખા GIDC માટે બે બસો ફાળવવામાં આવી છે.

નવી બસ સેવા શરૂ થતાં કંપનીના કર્મચારીઓ, વેન્ડરો તેમજ વિલાયત, ભેરસમ અને સાયખા ગામના રહેવાસીઓને મોટી રાહત મળશે. જાહેર પરિવહન સુવિધા વધતા ખાનગી વાહનો ઉપરનો આધાર પણ ઘટશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

GSRTCના ડિસ્ટ્રિક્ટ કંટ્રોલર અધિકારી સંજય જોશીએ જણાવ્યું હતું કે ડીઝલ-પેટ્રોલની વૈશ્વિક સમસ્યાના સમયમાં વધુમાં વધુ લોકો જાહેર પરિવહનનો ઉપયોગ કરે તે હેતુથી આ સેવા શરૂ કરવામાં આવી છે અને લોકો તેનો લાભ લે તેવી અપેક્ષા છે.

વિલાયત-સાયખા GIDCના પ્રમુખ હરીશ જોશીએ ગુજરાત સરકાર તથા GSRTCનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે આ બસ સેવા ઉદ્યોગ વિસ્તાર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!