રાજપીપલા અને આજુબાજુ 20 કિમીના વિસ્તારમાં પોઈચા સુધીના તમામ પેટ્રોલ પંપ બંધ થતા વાહન ચાલકો અટવાયા 

SHARE:

– રાજપીપલા,વાવડી, કુંવરપરા,તોરણા,પોઈચા સહિતના તમામ પેટ્રોલ પંપ બંધ : સ્ટેચ્યુ ઑફ યુનિટી પર વેકેશન હોવાથી પ્રવાસીઓ ઉમટી રહ્યા છે ત્યારે વાહન ચાલકોને પેટ્રોલ – ડીઝલ મળતું ન હોવાથી પ્રવાસીઓ પણ પરેશાન 

(જ્યોતિ જગતાપ,રાજપીપલા) 

રાજપીપલા સહીત નર્મદામાં પેટ્રોલ ડીઝલની તંગી વર્તાતા આજે લાંબી લાંબી કતારો જોવા મળી હતી.રાજપીપલા અને આજુબાજુ 20 કિમી ના વિસ્તારમાં પોઈચા સુધીના તમામ પેટ્રોલ પંપ બંધ થતા વાહન ચાલકો અટવાયા હતા.રાજપીપલા, વાવડી, કુંવરપરા, તોરણા,પોઈચા સહિતના તમામ પેટ્રોલ પંપ બંધ જણાયા હતાં ક્યાંક માત્ર પેટ્રોલ મળતું હતું તો ક્યાક બન્ને નહોતા મળતા મોટા ભાગના પેટ્રોલ પમ્પ પર ડીઝલ મળતું નહોતું.લોકો પેટ્રોલ ડીઝલ નહી મળે એવી ભીતિથી ટાંકી ફૂલ કરી દેતા હોવાથી પેટ્રોલ ડીઝલ ની તંગી વરતાતી હતી. રાજપીપળા વિસ્તાર માં ડીઝલ ખુટ્યું હોવાથી ડીઝલ વિના ફોર વહીલર વાહન ચાલકો અટવાયા હતા.પેટ્રોલ પંપ માલિકોનું કહેવું છે કે ગઈ કાલે ડીઝલ ખૂટી જતા આજે ડીઝલની ગાડી મંગાવી છે આવશે એટલે ડીઝલ પણ મળશે ફૂલ સ્ટોક છે.બીજી તરફ સ્ટેચ્યુ ઑફ યુનિટી પર વેકેશન હોવાથી પ્રવાસીઓ ઉમટી રહ્યાં છે ત્યારે વાહન ચાલકો પેટ્રોલ ડીઝલ મળતું ન હોવાથી પ્રવાસીઓ પણ પરેશાન થતા જોવા મળતા હતાં.બીજી તરફ પેટ્રોલ પંપના માલિકો તરફથી લોકોને જરૂર પૂરતું પેટ્રોલ ડીઝલ પુરવા અપીલ કરાઈ હતી.પણ લોકો પેટ્રોલ ડીઝલ નહીં મળે એવી ભીતિથી ફૂલ ટેન્ક કરી કૃત્રિમ તંગી ઊભી કરી રહ્યા હતા. 

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!