આમોદમાં ભરબપોરે જાહેરમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવાનની હત્યા કરતા ચકચાર

SHARE:

– યુવાનની હત્યા પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત બન્યું

ભરૂચ,

આમોદમાં મહમદશા પીરની દરગાહ વાળા રોડ ઉપર એસ.ટી.ડેપો પાસે આજરોજ ભરબપોરે ૧૨ વાગ્યે જાહેરમાં એક યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી.મૃતક યુવકને આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી તેનું પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.આમોદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી હત્યારા યુવાનને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા.

આમોદ નગરમાં આવેલા રબારીવાડમાં રહેતા મહેબૂબભાઈ ઉર્ફે લાલા મોહમદભાઈ મહીડા ઉં.વ.-૪૦ રહે.રબારીવાડ તા.આમોદની સાહીલભાઈ રણજીતભાઇ ચૌહાણે કોઈ તીક્ષ્ણ હથિયારના ઘા મારી જાહેરમાં હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી.

આમોદ પોલીસે સ્થળ ઉપર પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.મૃતક યુવાનને આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.આમોદમાં ભરબપોરે હત્યાનો બનાવ બનતાં સમગ્ર આમોદ પંથકમાં સનસનાટી વ્યાપી ગઈ હતી.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મહેમુબભાઈ ઉર્ફે લાલાભાઈ મોહમદભાઈ મહીડાને આરોપીના પોતાના મોટાભાઈ સરફરાજનાઓનુ મરણજનારના કુટુબના ઐયુબભાઈની પત્ની સાથે પ્રેમ સંબધ હતો.જે બાબતે મરણજનારના કુંટુબમા ખબર પડી હતી અને તેઓ બધા સગા વ્હાલા થતા હોય સમાધાન થયું હતું પરંતુ ત્યાર બાદ તેઓ એકબીજાને બોલાવતા ન હતા જે બાબતની રીસ રાખી મરણજનારને કોઇ તીક્ષ્ણ હથીયાર વડે ગળાના બન્ને ભાગે તથા હાથના ભાગે તથા પેટના ડાબા ભાગે ઘા મારી ગંભીર ઈજાઓ પહોચાડી મોત નિપજાવી ભાગી ગયો હતો.

૪૦ વર્ષીય પરણિત યુવાનની ધોળા દિવસે હત્યા થઈ હોવાનું જાણવા મળતા સગા સબંધી સહિત મોટી સંખ્યામાં લોકો આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા. આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી પંચનામુ સહિતની કામગીરી કરી તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો અને હત્યારા સાહીલભાઈ રણજીતભાઈ ચૌહાણને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!