જંબુસરના ડેપો વિસ્તારમાં વરસાદી ખુલ્લી કાંસમાં ગાય ફસાઈ

SHARE:

(સંજય પટેલ, જંબુસર)

જંબુસર શહેરના ડેપો વિસ્તાર ખાતે પ્રિ-મોન્સૂન કામગીરીના નામે નગરપાલિકા દ્વારા વરસાદી કાંસના ઢાંકણો તોડી નાખવામાં આવ્યા હોવા છતાં આજદિન સુધી યોગ્ય કામગીરી કરવામાં આવી નથી. પરિણામે અનેક વરસાદી કાંસ ખુલ્લી હાલતમાં પડ્યા છે,જેના કારણે મૂંગા પશુઓ તેમજ સામાન્ય નાગરિકોને અકસ્માતનો ભોગ બનવાનો ભય ઉભો થયો છે. ખુલ્લી કાંસો લોકો માટે “મોતના ખાડા” સમાન સાબિત થઈ રહી છે.

જંબુસર નગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા સાકીર મલેક દ્વારા લેખિતમાં અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી.

વિસ્તારના રહીશો દ્વારા પણ તાત્કાલિક ખુલ્લી વરસાદી કાંસો પર ઢાંકણો મુકવાની અને યોગ્ય પ્રિ-મોન્સૂન કામગીરી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.જો સમયસર કાર્યવાહી નહીં કરવામાં આવે અને કોઈ દુર્ઘટના સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી જંબુસર નગરપાલિકા તંત્રની રહેશે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!