ઉનાળુ વેકેશનમાં દેશી રમતોનો રંગ ફિક્કો : મોબાઈલ અને ઓનલાઈન ગેમ્સ વચ્ચે ગામડાઓ માંથી ખોવાઈ રહી છે બાળપણની મજા

SHARE:

(ભાવેશ પંડ્યા,ભાલોદ)

ઉનાળાની રજાઓ શરૂ થતાં જ એક સમય એવો હતો જ્યારે ગામડાંઓની ગલીઓ અને ખુલ્લા મેદાનોમાં બાળકોના કલરવથી વાતાવરણ ગુંજી ઉઠતું હતું.વહેલી સવારથી લઈને સાંજ સુધી બાળકો કબડ્ડી, ખોખો, ગિલી-ડંડા, સાતોળીયા કિર્કેટ ભમરડો લંગડી સંતાકુકડી અને લખોટી જેવી દેશી રમતો રમવામાં વ્યસ્ત રહેતા હતા.પરંતુ આધુનિક યુગના વધતા પ્રભાવ વચ્ચે હવે આ દ્રશ્યો ધીમે ધીમે અદૃશ્ય બનતા જઈ રહ્યા છે.હાલના સમયમાં મોબાઈલ ફોન,ઓનલાઈન ગેમ્સ, સોશિયલ મીડિયા અને ટીવી બાળકોના જીવનનો મહત્વનો ભાગ બની ગયા છે.ઉનાળાની રજાઓ દરમ્યાન પણ મોટા ભાગના બાળકો ઘરમાં બેસીને મોબાઈલમાં સમય પસાર કરતા જોવા મળે છે.પરિણામે બહાર ખુલ્લી હવામાં રમવાની પરંપરા હવે ધીમે ધીમે ખોવાઈ રહી છે.ગામડાંઓમાં પહેલાં બપોર બાદ ગલીઓમાં બાળકોના ટોળાં રમતા નજરે પડતા હતા. સાંજ પડતા જ ગામના ચોરાહા અને મેદાનો બાળકોના હાસ્યથી જીવંત બની જતા હતા.હવે ઘણા ગામોમાં મેદાનો સૂમસામ જોવા મળે છે. વડીલોનું કહેવું છે કે નવી પેઢી દેશી રમતોનો સાચો આનંદ શું હોય તેનાથી અજાણી બની રહી છે.ગ્રામ્ય વિસ્તારોમાં પણ હવે ગલી-મહોલ્લાઓ સૂમસામ બનતા જઈ રહ્યા છે.પહેલાં સાંજ પડતા જ બાળકોના ટોળાં રમવા માટે ભેગાં થતા જ્યારે હવે ઘણા બાળકો ઘરમાં બેસીને મોબાઈલ પર ઓનલાઈન ગેમ્સ રમવામાં વ્યસ્ત રહે છે. દેશી રમતો માત્ર મનોરંજન પૂરતી મર્યાદિત નથી, પરંતુ બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. કબડ્ડી અને ખોખો જેવી રમતો શરીરની ચપળતા, શક્તિ અને સહનશક્તિ વધારે છે.ગિલી-ડંડા અને સાતોળીયા જેવી રમતો બાળકોમાં ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા તેમજ ઝડપી નિર્ણય લેવાની કળા વિકસાવે છે.આ ઉપરાંત દેશી રમતો બાળકોને સામાજિક રીતે પણ વધુ મજબૂત બનાવે છે.સાથે મળીને રમવાથી મિત્રતા, સહકાર, નેતૃત્વ અને ટીમ વર્ક જેવા ગુણોનો વિકાસ થાય છે.જ્યારે આજના સમયમાં મોબાઈલના વધતા ઉપયોગને કારણે બાળકોમાં એકલતા અને માનસિક તણાવ જેવી સમસ્યાઓ પણ વધી રહી હોવાનું જણાવા મળી રહ્યુ છે. વડીલોનું કહેવું છે કે આજની પેઢી દેશી રમતોના આનંદથી અજાણી બની રહી છે.પહેલાં ઉનાળાની રજાઓમાં બાળકો વહેલી સવારથી લઈને સાંજ સુધી મેદાનોમાં રમતા હતા.જ્યારે હવે મોબાઈલ અને ટીવીના કારણે બાળકોની જીવનશૈલીમાં મોટો બદલાવ આવ્યો છે.

 

 

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!