ભરૂચ નગરપાલિકામાં ૫૦ માં પ્રમુખ તરીકે દેવેન્દ્રસિંહ વસાવાએ સત્તાવાર ચાર્જ સંભાળ્યો

SHARE:

– ઉપપ્રમુખ તરીકે રચિતા મોદીએ પણ ચાર્જ સંભાળતા નગરસેવકો, સમર્થકો સહિત મિત્રોએ શુભેચ્છાઓ પાઠવી 

ભરૂચ,

ભરૂચ નગરપાલિકામાં તાજેતરમાં પ્રમુખ તરીકે દેવેન્દ્રસિંહ વસાવા અને ઉપપ્રમુખ તરીકે રચિતા મોદીની નિમણૂક થયા બાદ આજરોજ બંને આગેવાનોએ વિધિવત રીતે પોતાના હોદ્દાનો કાર્યભાર સંભાળ્યો હતો.આ પ્રસંગે પાલિકાના સભ્યો, સમર્થકો તેમજ પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવાએ પોતાની ચેમ્બરમાં પત્ની, પુત્રી અને પરિવારજનો સાથે ભગવાનની પૂજા-અર્ચના કરી વિધિવત રીતે પ્રમુખ પદનો ચાર્જ સંભાળ્યો હતો. ત્યારબાદ તેમણે પાલિકાના વહીવટી કામકાજ અંગે જરૂરી માહિતી મેળવી કામગીરીનો પ્રારંભ કર્યો હતો.તે જ રીતે ઉપપ્રમુખ રચિતા મોદીએ પણ ધાર્મિક વિધિ અને પૂજા- અર્ચના બાદ ઉપપ્રમુખ તરીકેનો કાર્યભાર ગ્રહણ કર્યો હતો.

કાર્યભાર સંભાળ્યા બાદ પાલિકાના ચૂંટાયેલા સભ્યો,ભાજપના કાર્યકરો તેમજ સમર્થકો દ્વારા બંને હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમ દરમિયાન અભિનંદન અને શુભકામનાઓનો માહોલ જોવા મળ્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!