– જબરજસ્તીથી ચેનલો નીચેથી પોતાનું હાયવા પસાર કરવાના પ્રયાસના ભાગરૂપે લગાવેલ ચેનલ તૂટી પડી
(જયશીલ પટેલ, ઝઘડીયા)
ઝઘડિયાથી વાલીયા તાલુકાના જોડતા વાયા સેલોદ જીઆઈડીસી થઈને જતા માર્ગ પર સેલોદ ગામ પાસે નદી પર આવેલો બ્રિજ જર્જરીત થયો હોય માર્ગ અને મકાન વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડી ભારે વાહનો માટે ઝઘડિયા થી વાલીયા માર્ગ બંધ કરવામાં આવ્યો હતો. માર્ગ અને મકાન વિભાગ દ્વારા પુલ ની બંને તરફ ભારે વાહનો પસાર નહીં થાય તે માટે ચેનલો લગાવી હતી, જેના કારણે તમામ ભારે વાહનો વાયા બોરોસિલ કંપની કપલસાડી થઈ જીઆઈડીસી અને વાલીયા તરફ જતા હતા.ગતરાત્રિએ એક હાઈવા ચાલકે જબરજસ્તીથી સેલોદ ગામ પાસે પુલની બંને તરફ લગાવેલ ચેનલની નીચેથી પોતાનું હાયવા પસાર કરવાનો પ્રયાસ કરતા હાયવા માં ચેનલો ફસાઈ ગઈ હતી અને જબરજસ્તીથી તેને કાઢવાના પ્રયાસના ભાગરૂપે હેવી ચેનલ તૂટી પડી હતી.જેના પગલે ચેનલોને પણ નુકસાન થયું હતું અને હાઇવા ને પણ ભારે નુકસાન થયું હતું જબરજસ્તીથી ઘુસેલા હાઈવા ચાલકના આ કૃત્યના કારણે રાત્રિના સમયે સેલોદ પુલની બંને તરફનો માર્ગ પર ટ્રાફિકજામ થયો હતો.મહામુસીબતે હાઈવામાં ફસાયેલી ચેનલ બહાર કાઢી હાઈવાને સાઈટ પર કરી ટ્રાફિક હળવો કરવામાં આવ્યો હતો.




