“લડેંગે-જિતેંગે’ મિશન-૨૦૨૭ લોન્ચ : વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને પ્રશાસન સામે લડવાના નિર્ધારની તૈયારી સાથે કોંગ્રેસ સજ્જ

SHARE:

– કોંગ્રેસે ફરીથી સંઘર્ષના માર્ગે આગળ વધી જીત હાંસલ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો

ભરૂચ,

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં અપેક્ષિત પરિણામો ન મળ્યા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને “લડેંગે-જિતેંગે’ મિશન-૨૦૨૭ જાહેર કર્યું છે.આ અભિયાન અંતર્ગત સુરતમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખોની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી.જેમાં કોંગ્રેસે ફરીથી સંઘર્ષના માર્ગે આગળ વધી જીત હાંસલ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી બાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, કોંગ્રેસ વિધાનમંડળ પક્ષના નેતા ડૉ.તુષાર ચૌધરી તથા એઆઈસીસીના સભ્ય અને દક્ષિણ ગુજરાતના ઓબ્ઝર્વર શ્રીનિવાસ દ્વારા સમગ્ર ગુજરાતના જિલ્લા કોંગ્રેસ પ્રમુખો સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં દરેક જિલ્લા પ્રમુખ સાથે વ્યક્તિગત ચર્ચા કરવામાં આવી હતી.જેમાં ભરૂચ શહેર અને જીલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા અને સલીમ અમદાવાદીએ પણ હાજરી આપી હતી.

દક્ષિણ ગુજરાતના પ્રભારી શ્રીનિવાસજીએ જિલ્લા અને શહેર સ્તરે સમીક્ષા બેઠકો યોજી તમામ ઉમેદવારોના પ્રતિસાદ મેળવ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે તાજેતરની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ ભાજપે નહીં પરંતુ પ્રશાસને લડી હતી.કોંગ્રેસના ઉમેદવારો પર પોલીસ તથા રાજકીય દબાણ લાદવામાં આવ્યું હતું.જેના કારણે ભયના માહોલ વચ્ચે ચૂંટણી લડવી પડી હતી.તેમ છતાં કોંગ્રેસના કાર્યકરો અને ઉમેદવારોએ મર્યાદિત સાધનો વચ્ચે પણ મક્કમતા સાથે ચૂંટણી લડી હોવાનું જણાવાયું હતું. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા પ્રમુખોએ ઉમેદવારોના પ્રયાસોની પ્રશંસા કરી વિજેતા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી.આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે સંગઠન સૃજન અભિયાન અંતર્ગત સંગઠનને વધુ મજબૂત બનાવવા અને એકજૂટતા સાથે આગળ વધવાનો

નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.તમામ જિલ્લા પ્રમુખોએ એક મંચ પર આવી કોંગ્રેસના સંગઠનાત્મક બળનું પ્રદર્શન કર્યું હતું. દક્ષિણ ગુજરાતના પ્રવક્તા મનહર પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસ પ્રજાનો વિશ્વાસ ફરીથી જીતવા માટે સંઘર્ષનો માર્ગ અપનાવશે. પ્રશાસન સામે મક્કમપણે લડી ફરીથી પ્રજાને ન્યાય અપાવવાનો સંકલ્પ કોંગ્રેસે કર્યો છે.

સુરતના અઠવાલાઈન્સ સ્થિત સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ પત્રકાર પરિષદમાં સુરત શહેર જિલ્લા પ્રમુખ વિપુલ ઉધનાવાલા, સુરત જિલ્લા પ્રમુખ આનંદ ચૌધરી, નવસારી જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ, વલસાડ જિલ્લા પ્રમુખ કિશન પટેલ, તાપી જિલ્લા પ્રમુખ વૈભવ ગામીત, ભરૂચ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, ભરૂચ શહેર પ્રમુખ સલીમ પટેલ તથા સુરત જિલ્લાના પૂર્વ પ્રમુખ મનહર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!