મોવી – કવચીયા રોડની કામગીરીમાં ચાલતી હાઈવા ટ્રક રોયલ્ટી પાસ વગર માટી વહન થતી નેત્રંગ મામલતદારે ઝડપી લીધી

SHARE:

(વિજય વસાવા,નેત્રંગ)

નેત્રંગ તાલુકામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે.રાજકીય વગ ધરાવતા ખનીજ માફીયોઓ બેફામ પણે ધોળે દિવસે ઓવરલોડ તેમજ રોયલ્ટી પાસ વગર રેતી,કપચી,માટી થી લઈને અનેક પકારના ખનીજની હેરાફેરી ખુલ્લેઆમ કરી રહ્યા છે.તેવા સંજોગોમાં નેત્રંગ મામલતદાર કચેરી ખાતે નવા મુકાયેલ અજમાયસી નાયબ કલેક્ટર તરીકે નિમણુંક પામેલા અને પોબેશનલ પિરિયડના ભાગરૂપે નેત્રંગ મામલતદાર તેમજ એજયુકેટિવ મેજિસ્ટ્રેટ કલ્પેશ બી ગળિયાએ તાલુકાના ટેબાર ગામેથી ધી ગુજરાત ખનીજ ગેરકાયદેસર ખનન અને પરિવહન તેમજ સંગ્રહ નિયમો ૨૦૧૭ ના ભંગ બદલ એક હાઈવા ટ્રક નં જીજે ૧૮ બીવી ૮૦૪૮ સાદી માટી રોયલ્ટી પાસ વગર વહન થતી ઝડપી પાડી હતી.જેના માલિક રામજી રાવત વાગડ ઈન્ફોપોજેકટ પ્રા.લી.નેત્રંગની ટ્રક સાદી માટી ભરેલ જપ્ત કરી તેવો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!