ભરૂચ,
ટૂંક હકીકત એવી છે કે ભરૂચના ગડરિયા સમાજના મોહનસિંહ પ્રથમસિંહ ચંદેલનાઓએ ભરૂચની સિવિલ કોર્ટમાં જાહેરાત અને આદેશાત્મક હુકમ મેળવવા દાવો કરી તેમાં દાવા દરમ્યાન વચગાળાનો મનાઈ એવા પ્રકારનો માંગેલ કે તારીખ ૨૬/૦૫/૨૦૨૬ થી તારીખ ૨૮/૦૫/૨૦૨૬ સુધી પ્રતિવાદી ટ્રસ્ટ સમસ્ત હિન્દૂ ગડરિયા સમાજ શક્તિનાથ પંચ તથા નરેન્દ્ર ગડરિયા અને દીપલ ફતેહસિંહ સાપા દ્વારા ફાટાતળાવ ગડરિયાવાડ બળિયાદેવ મંદિર ભરૂચ ખાતે કાર્યક્રમો કરે કરાવે નહિ.
આ મુજબની દાદ માંગતી અરજીના સંદર્ભમાં પક્ષકારોને નોટિસ કાઢતા પ્રતિવાદીઓ તરફતી ભરૂચના જાણીતા એડવોકેટ મહેન્દ્રભાઈ કંસારા હાજર થયેલા અને જવાબ રજુ કરી હાજર રહી લંબાણપૂર્વક દલીલો કરી હતી આથી ભરૂચના પ્રિન્સિપાલ સિવિલ જજ ગોહિલ સાહેબે આજરોજ તારીખ ૨૧/૦૫/૨૦૨૬ ના રોજ વાડી મોહનસિંહભાઈની મનાઈ અરજી રદ્દ કરી હતી.આમ પ્રતિવાદીઓના વકીલની દલીલો સ્વીકારી વાદીની મનાઈ અરજી રદ્દ કરવામાં આવતા સમગ્ર ગડરિયા સમાજમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી.સુનાવણી વખતે અને નિર્ણય વખતે ખુબ મોટી સંખ્યામાં ગડરિયા સમાજની મહિલાઓ અને વડીલો હાજર રહ્યા હતા.




