નેત્રંગમાં અકસ્માતની ઘટનામાં પોલીસ વિવાદમાં : કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો હોવા છતાં પોલીસ વિભાગ તેને છાવરતું હોવાના મૃતકના પરિવારે આક્ષેપ કર્યા

SHARE:

– ન્યાય નહીં મળે ત્યાં સુધી પરિવારજનો ધરણા પર બેઠા

(વિજય વસાવા,નેત્રંગ)

નેત્રંગ – રાજપારડી માર્ગ ઉપર ભોટ નગર ગામ પાસે સર્જાયેલ રોડ અકસ્માતમાં ઇજાગ્રસ્ત આંજોલી ગામના આશાસ્પદ યુવાનના મોતના મામલામાં પરિવારજનોએ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી અકસ્માત સર્જનાર ફોર્ચ્યુનર કાર ચાલકની ધરપકડ કરી ન્યાય આપવાની માંગ સાથે ધરણા પ્રદર્શન કર્યું હતું.

ગત તારીખ 17મી મેના રોજ આંજોલી ગામમાં રહેતા અને ત્રણ સંતાન પિતા વીનેશભાઈ વસાવા પોતાના મિત્ર અંકિત વસાવા સાથે રાતે પોતાના ઘરે ઇક્કો કાર લઈ જઈ રહ્યા હતા.તે દરમિયાન નેત્રંગ-રાજપારડી રોડ ઉપર ભોટ નગર ગામના ભાથીજી મંદિર પાસે સામેથી પુરપાટ ઝડપે ધસી આવેલ ફોર્ચ્યુનર કાર નંબર 23 સીએફ 0786ના ચાલકે ઈક્કોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઈજાઓને પગલે વીનેશ વિઠ્ઠલ વસાવાનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.બનાવ અંગે નેત્રંગ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથધરી હતી.પરંતુ મૃતકના પરિવારજનોએ પોલીસ અકસ્માત સર્જનાર ઈસમને છે છાવરતી હોવા સાથે ઘટનાના દિવસે રાતે 9થી 3 કલાક સુધી ભીનું સંકેલવાના ઇરાદે ફરિયાદ લેટ નોંધી હોવાના આક્ષેપ કર્યા છે.સાથે મૃતક યુવાનના ત્રણ બાળકોએ પિતાની છત્ર છાયા ગુમાવતા તેઓનું જીવન અઘરું બન્યું છે.બાળકો પૈકી એક બાળક અપંગ હોવાથી પરિવારજનોએ યોગ્ય ન્યાય કરવા સાથે કાર ચાલક ચિરાગ સોની નામના ઈસમની ધરપકડની માંગ સાથે પોલીસ મથક બહાર ધરણા પ્રદર્શન કર્યું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!